શહેરનો એક કરૂણ કિસ્સો હાલ ઘણી જ ચર્ચામાં છે. શહેરમાં મિલિટ્રી સોસાયટીમાં રહેતા પુત્ર અને માતાનું માત્ર છ કલાકના ગાળામાં મોત નીપજ્યુ છે. પુત્રનું રાતે બાર કલાક બાદ મોત નીપજ્યું હતુ. જે સમાચાર જીરવી ન શકતા માતાએ પણ સવારે છ વાગ્યાની આસપાસ પોતાનો જીવ છોડી દીધો હતો. હાલ આ સમાચારને કારણે પરિવાર સહિત આખા વિસ્તારમાં ગમગીની છવાઇ ગઇ છે. આ અંગે મળતી વિસ્તૃત જાણકારી પ્રમાણે, ભાવનગરની મિલિટ્રી સોસાયટીમાં પ્લોટ નંબર ૧૭૪માં રહેતા કમલેશભાઈ ચંપકલાલ ઠાકરને આંતરડાનું કેન્સર હતુ. તેઓ ઘણાં સમયથી આ બીમારીને કારણે પીડાતા હતા. કમલેશભાઇ ભાવનગર આઇટીઆઇમાં ફોરમેન તરીકે નોકરી કરતા હતા. આ સાથે તેઓ કર્મયોગી મંડળીમાં ડાયરેક્ટર પણ હતા. તેમનું મોડી રાત્રે ૧૨ઃ૩૦ વાગ્યા આસપાસ બીમારીને કારણે નિધન થયું હતું.
બીજી બાજુ તેમના માતા મંગલાબેન ઠાકર પણ બીમાર રહેતા હતા. તેઓની ઉંમર ૯૫ વર્ષ જેટલી હતી. તેઓ વધતી ઉંમરને કારણે બીમાર રહેતા હતા. માતાએ જ્યારે પુત્રના નિધનના સમાચાર સાંભળ્યા ત્યારે તેઓ પણ આ દુખ જીરવી ન શક્યા અને તેમણ પણ પોતાનું પ્રાણ પંખેરુ છોડી દીધું હતુ. માત્ર થોડા જ કલાકોમાં પુત્ર અને માતાની અચાનક વિદાયને કારણે પરિવાર શોક મગ્ન બન્યું હતુ. થોડા સમય પહેલા રાજકોટમાં એક કરૂણ કિસ્સો સામે આવ્યો હતો. શહેરના ભાવનગ૨ રોડ પર આવેલા શિવાજીનગરમાં રહેતા સિરાઝે આપઘાત કરી લીધો હતો. જેમને સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો. જેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. પુત્રનો મૃતદેહ જાેઈ માતા મુમતાઝબેન તુરંત નવાગામ આવાસમાં આવેલ પોતાના ઘરે દોડી ગયા હતા અને ઘરના દરવાજાનું તાળુ તોડી અંદ૨ જઈ માતાએ પણ જીવન ટૂંકાવી લીધું હતું. માત્ર દોઢ કલાકના સમયગાળામાં માતા અને પુત્ર બંનેએ જીવન ટૂંકાવી દીધુ હતુ.
