Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»Gujarat»મહિલાઓ રાજાશાહી વખતથી આ કામની પરંપરા જળવાઈ રહી છે એકમાત્ર એવું ગુજરાતનું રેલવે સ્ટેશન જ્યાં મહિલાઓ કરે છે કુલીનું કામ
    Gujarat

    મહિલાઓ રાજાશાહી વખતથી આ કામની પરંપરા જળવાઈ રહી છે એકમાત્ર એવું ગુજરાતનું રેલવે સ્ટેશન જ્યાં મહિલાઓ કરે છે કુલીનું કામ

    Shukhabar DeskBy Shukhabar DeskJuly 27, 2023No Comments2 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    છેલ્લા ઘણા વર્ષોથી ગુજરાતના સૌરાષ્ટ્ર વિસ્તારમાં ભાવનગર રેલ ટર્મિનલમાં ઘોડાગાડી અને ત્યારબાદ ઓટો રિક્ષાઓએ સ્થાન લીધું હતું. ભાવનગરમાં રેલવેની શરૂઆત ભાવનગર રાજ્યના મહારાજા કૃષ્ણકુમારસિંહજીએ કરેલી છે. આ રેલવે સ્ટેશન પર રાજવી કાળથી મહિલાઓને કુલી તરીકે રોજગાર મળી રહે તે હેતુથી રાખવામાં આવેલા છે. આ મહિલા કુલીઓ માટે બેઝની વ્યવસ્થા કરી આપી હતી. બેઝ તરફથી પછીની પેઢી પણ રોજગારી મેળવી પરંપરાને જાળવી રાખી હતી અને આજ દિન સુધી આ પરંપરા ચાલી રહી છે. ભાવનગર રેલવે સ્ટેશન કે જ્યાં અસંખ્ય રેલ મુસાફરો આવન-જાવન કરતા હોય છે. આ રીતે ચાલી આવતું કામ વર્ષોથી ભાવનગરના રેલવે સ્ટેશન પર મહિલા કુલીઓ દ્વારા મજુરી કામ ચાલતું આવ્યું છે. લાખો મુસાફરોના સામાનને આ મહિલા કુલીઓ રેલવે પ્લેટફોર્મ પરથી લઇ ઓટો રીક્ષા સુધી યથા યોગ્ય રીતે પહોંચાડી આપે છે. આ ભાવનગર શહેરના રેલવે સ્ટેશને કુલી તરીકે કાર્યરત મહિલાઓ ભાવનગરની એક અનોખી ઓળખ છે. આ ઓળખને અકબંધ રાખવા ભાવનગરની મહિલાઓ કટિબદ્ધ હોય તેમ આ મહિલાઓ રાજાશાહી વખતથી આ કામની પરંપરા જળવાઈ રહી છે. ભાવનગર રેલવે સ્ટેશન પર ખાસ કરીને સાપ્તાહિક ટ્રેન આવે અને જાય ત્યારે ખાસ મજૂરી મળી રહેતી હોય છે. આ સ્ટેશન પર એવી પણ મહિલાઓ છે જેમને પહેલાના સમયમાં ૨૫ પૈસા, ૫૦ પૈસા અને એક રૂપિયામાં પણ મજૂરી કામ કરી ગયેલ છે.

    આજના સમયમાં સ્ટેશન પર કુલી તરીકે કામ કરતી મહિલાઓને ૩૦થી ૪૦ રૂપિયા મજૂરી મુસાફરો પાસેથી મળી રહે છે. આજે ૩૦થી ૪૦ રૂપિયા સુધીની મંજૂરી મેળવીને આ કુલી મહિલાઓ પોતાના પગભર છે. કોઈ દિવસ અપૂરતી મજૂરી મળતી હોવા છતાં પણ નિરાશ થયા નથી. આ ઉપરાંત રેલવે સ્ટેશન પર કામ કરતી મહિલા કુલી તરફથી માનવતાના દર્શન પણ નજરે પડે છે. કોઈ પરિવાર પાસે કુલીને આપવાના પૈસા પૂરતા ન હોય તો તે જે પૈસા મજૂરી પેટે આપે તે લઇ ખુશ થઇ જાય છે. જેમાં ૪ મહિલા તો એવા છે જે ૩૦-૪૦ વર્ષથી કુલીનું કામ કરીને પોતાના પરિવારનું જીવન નિર્વાહ ચલાવી રહી છે. આ મહિલાઓ એક ખાસ આદિજાતિ એટલે કે, ભોય તરીકે જાતિના આ લોકો રજવાડાના સમયથી કામ કરતા રહ્યા છે. ભાવનગર રેલવે સ્ટેશનની મહિલા કુલી તરીકે કામ કરતી આ મહિલાઓની એક માંગ સરકાર પાસે છે કે, હાલમાં મોટાભાગના મહિલા કુલીઓ પાસે બેઝ નથી. તેમને આ બેઝ માટે મુખ્યમંત્રી સુધી પણ પોતાની રજૂઆત અગાઉ કરવામાંઆવી હતી પરંતુ હજી સુધી આ કુલી મહિલાઓને બેઝ મળ્યા નથી. તેમજ ભાવનગર રેલવે સ્ટેશન પર માત્ર એક મુંબઈ જતી લાંબા અંતરની ટ્રેન બાંદ્રા એક જ હોવાથી મુસાફરોની સંખ્યા ઓછી જાેવા મળે છે. તેથી તેમણે મજૂરી પણ ઓછી મળે છે.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

    Related Posts

    Indian cricketer રવિન્દ્ર જાડેજા BJP માં જોડાયા.

    September 5, 2024

    TRAI: ટેલીમાર્કેટિંગ કંપનીઓ સામે મોટી કાર્યવાહી, 50 બ્લેકલિસ્ટ, 8 લાખ ફરિયાદો મળી

    September 3, 2024

    Gujarat: મોરબીમાં NH 27 વાહનવ્યવહાર માટે ફરીથી ખોલવામાં આવ્યો.

    August 30, 2024
    Facebook X (Twitter) Instagram Pinterest
    • Gujarati News
    © 2025 ShuKhabar. Designed by : ePaper Solution

    Type above and press Enter to search. Press Esc to cancel.