Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»Gujarat»રાજકોટના વાંચનપ્રેમીઓને નવી ભેટ મળવા જઈ રહી છે PM નરેન્દ્ર મોદી ૨૭મીએ વિશાળ લાઈબે્રેરીનું લોકાર્પણ કરશે
    Gujarat

    રાજકોટના વાંચનપ્રેમીઓને નવી ભેટ મળવા જઈ રહી છે PM નરેન્દ્ર મોદી ૨૭મીએ વિશાળ લાઈબે્રેરીનું લોકાર્પણ કરશે

    Shukhabar DeskBy Shukhabar DeskJuly 26, 2023No Comments2 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    રાજકોટના વાંચનપ્રેમીઓને નવી ભેટ મળવા જઈ રહી છે. રાજકોટના વોર્ડ નંબર ૬માં નિર્મીત અદ્યતન લાઈબ્રેરીનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ૨૭મી જૂલાઈએ લોકાર્પણ થવા જઈ રહ્યુ છે. ૮.૩૯ કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થયેલી આ લાઈબ્રેરી ત્રણ માળમાં ફેલાયેલી છે. જેમા વાંચનપ્રેમીઓ માટે પુસ્તકોના વિશાળ ખજાના સાથે કલા, સાહિત્યલક્ષી પ્રવૃતિઓ માટે વિવિધ સુવિધાઓ ઉપલબ્ધ છે. વાંચવાના શોખીન રાજકોટિયન્સ માટે રાજકોટ મ્યુનિસિપલલ કોર્પોરેશન દ્વારા વોર્ડ નંબર ૬માં ગોવિંદબાગ પાસે ૧૫૯૬ ચોરસ મીટર જેવી વિશાળ જગ્યામાં ત્રણ માળની લાઈબ્રેરીનું બાંધકામ કરવામાં આવ્યુ છે.

    આ સાથે ઓનલાઇન ડેટા એક્સેસ કેટલોગ, ઓનલાઈન ઈ-બુક, ઈ-જર્નલ વગેર સુવિધા છે. રીસર્ચ એન્ડ ડેવલપમેન્ટ માટે પણ અહીં વિશાળ સ્ત્રોતની સુવિધા ઊભી કરાઈ છે. વિદ્યાર્થીઓ-યુવાનો સિવિલ સેવા તેમજ સરકારી સેવામાં જાેડાવા માટે વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીઓ કરતા હોય છે ત્યારે અહીં યુ.પી.એસ.સી., જી.પી.એસ.સી. તથા અન્ય ઉચ્ચ અભ્યાસની તૈયારી માટે સ્ટુડન્ટ સ્ટડી કોર્નરની વ્યવસ્થા નિર્માણ કરાઈ છે.બહેનો, બાળકો તથા વિદ્યાર્થીઓને ઉપયોગી એવી વિવિધ વાચન સામગ્રી, એજ્યુકેશનલ જનરલ નોલેજ, જિયોગ્રાફી, સ્પોર્ટ્‌સ, જ્યોતિષ, ધર્મ, પઝલ્સ, યોગ તથા આરોગ્ય વિષયક વિવિધ ૨૦૦ જેવા મેગેઝીન તથા૨૦ જેવા વર્તમાનપત્રો આ લાઇબ્રેરીમાં વાંચવા મળશે. અહીં ઈ-લાઇબ્રેરી, વાઇફાઇ સેવાઓ, ઓનલાઇન પબ્લિક એક્સેસ, કરંટ એક્સેસ સર્વિસ, રેડી રેફરન્સ સર્વિસ, જનરલ વાંચનાલય, વિદ્યાર્થી વાંચનાલય, મેગેઝીન ક્લબ સેવા, ઝેરોક્ષની સુવિધા, ડિજિટલ લાયબ્રેરી સેવા, ઇન્ટરનેટ સર્ચ જેવી સેવાઓ પણ મળશે.

    બાળકોની કલ્પનાશક્તિ અને વિચારવાની ક્ષમતામાં વધારો થાય, તે માટે વિવિધતાસભર બાળસાહિત્ય પણ ઉપલબ્ધ છે. આ ઉપરાંત, બાળકો માટે બોર્ડ, લર્નિંગ ગેમ્સ, વુડન તેમજ સોલ્યુશન વગેરે પઝલ, વિવિધ રમતો, મ્યુઝિકલ બેટરી ઓપરેટેડ રમકડાં વગેરે જેવા ૧૯૦૦થી વધુ પઝલ્સ અને રમકડાંઓનો ખજાનો પણ અહીં છે. લાયબ્રેરીમાં મિનિ થિયેટર નિર્માણ પણ કરાયું છે. બાળફિલ્મ શો, ડોક્યુમેન્ટરી શો, વર્કશોપ, બુક રીવ્યૂ, બુક ટોક, ક્વિઝ કોમ્પિટિશન, સેમિનાર, કાઉન્સેલિંગ, કાવ્ય પઠન, ફિલ્મ રીવ્યૂ, પ્રસિદ્ધ ફિલ્મોના શો તેમજ વિવિધ સ્પર્ધાના આયોજન સાથે લોકોને મનોરંજન સાથે જ્ઞાન પીરસવામાં આવશે. જાહેરજનતા આ લાયબ્રેરીનો લાભ સોમવારથી શનિવાર સવારે ૯ વાગ્યાથી સાંજે ૭.૩૦ વાગ્યા સુધી તથા રવિવારે ૮ વાગ્યાથી બપોરે ૨ વાગ્યા સુધી લઈ શકશે.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

    Related Posts

    July 1 rule changes India:બિહાર ચૂંટણી અપડેટ

    July 1, 2025

    Weekly photo news highlights:ઈઝરાયલ ગાઝા હુમલા ફોટા

    July 1, 2025

    Indian cricketer રવિન્દ્ર જાડેજા BJP માં જોડાયા.

    September 5, 2024
    Facebook X (Twitter) Instagram Pinterest
    • Gujarati News
    © 2025 ShuKhabar. Designed by : ePaper Solution

    Type above and press Enter to search. Press Esc to cancel.