ટામેટાના ભાવવધારો આમ તો દેશભરમાં ચર્ચાનું કારણ બની છે.ત્યારે વડોદરામાં પણ ટામેટાના ભાવોને લઈને કકળાટ જાેવા મળ્યો.જે ગૃહીણી એકસાથે ૨ કિલો ટામેટા ખરીદતી હતી, તે હવે માત્ર અઢીસો ગ્રામ ટામેટા ખરીદીને સંતોષ માની રહી છે.ટામેટા વગરની દાળ ફિકી લાગી રહી છે, તો શાકમાંથી ટામેટાની ગ્રેવી ખોવાઈ ગઈ છે.૧૦-૨૦ રૂપિયાએ ખરીદેલા ટામેટા હવે ૧૦૦-૧૫૦ની પણ ઉપર જતાં રહેતાં લોકોની પ્રતિક્રિયા સાંભળવા જેવી છે.
તો ટામેટાના ભાવ વધારા પાછળ વેપારીઓ અલગ અલગ કારણો આગળ ધરી રહ્યા છે.પૂરની સ્થિતિ, આવકમાં ઘટાડો, ટ્રાન્સપોર્ટેશન મોંઘુ, આ તમામ કારણોને પગલે ટામેટાના ભાવો આસમાને પહોંચ્યા હોવાનો મત વેપારીઓ વ્યક્ત કરી રહ્યા છે. વડોદરાના બજારોમાં નાસિકના ટામેટા ૧૨૦થી ૧૩૦ રૂપિયે કિલોના ભાવે વેચાઇ રહ્યા છે. તો બેંગાલુરૂના ટામેટા ૧૫૦ રૂપિયે કિલોના ભાવે વેચાય છે.જાેકે ભાવ ઘટવા માટે લોકોએ થોડી ધીરજ ધરવી પડશેએવું વેપારીઓનું માનવું છે..