આ વર્ષે કેરલ, પુડુચેરી અને અંદામાન-નિકોબાર દ્વીપસમૂહમાં જૂનથી ઓગસ્ટ સુધી મહત્તમ તાપમાન ત્રણ ડિગ્રી વધુ નોંધાયુ છે, જે વિશ્વમાં સૌથી વધુ છે. ગઈકાલે એક નવા રિપોર્ટમાં આ દાવો કરવામાં આવ્યો હતો. ક્લાઈમેટ સેંન્ટ્રલ દ્વારા તૈયાર કરવામાં આવેલી એક રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે આબોહવા પરિવર્તનના કારણે આ ત્રણ ભારતના ક્ષેત્રોમાં ૬૦થી વધારે દિવસો સુધી ત્રણ કરતા વધારે ક્લાઈમેટ ચેન્જ ઈન્ડેક્સ સ્તર નોંધાયું હતું.આબોહવા પરિવર્તન સૂચકાંકમાં અવલોકન તેમજ અનુમાનિત તાપમાનની તુલના એવા મોડલો દ્વારા ઉત્પાદિત તાપમાનથી કરવામાં આવે છે જે માનવીય આબોહવા પરિવર્તનના પ્રભાવને દૂર કરે છે. ક્લાઈમેટ સેન્ટ્રલના એક નિવેદનમાં કહ્યું છે કે ત્રણ ભારતીય રાજ્યો કેરલ, પુડૂચેરી, અંદામાન નિકોબારમાં ૬૦થી વધુ દિવસો સુધી સીએસઆઈ સ્તર ૩ અથવા તેનાથી વધુ રહ્યા હતા.
ભારતીય ૧૧ રાજ્યોમાં સરેરાશ તાપમાન લાંબા ગાળાની સરેરાશ કરતા તાપમાન ૧ ડિગ્રી વધુ નોંધાયુ હતું અને પાંચ ભારતીય રાજ્યો કેરલ, અંદામાન, નિકોબાર, પુડુચેરી, મેઘાલય, ગોવામાં ઉનાળામાં સરેરાશ સીએસઆઈ ત્રણ કરતા વધુ હતું.