મહીસાગરમાં એક જ પરિવારનાં ત્રણ સભ્યો દ્વારા સામૂહિક આપઘાત કરતા ચકચાર મચી જવા પામી હતી. પરિવારજનો દ્વારા શા કારણે આત્મહત્યા કરી તે કારણ હજુ અકબંધ છે. ત્યારે આ બાબતે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. ત્યારે આ અંગેની જાણ પરિવારજનોને થતા પરિવારજનોમાં શોકનો માહોલ વ્યાપી જવા પામ્યો હતો.ત્યારે પરિવારજનો દ્વારા મહીસાગર નદીનાં પુલ પરથી કુદી સામૂહિક આપઘાત કર્યો હતો. ત્યારે આ સમગ્ર ઘટનાં પુલ પરથી પસાર થતા લોકોને ધ્યાને આવતા થોડા સમય માટે બ્રિજ પર ટ્રાફિક જામ થઈ ગયો હતો.
ત્યારે આ બાબતે ત્યાં હાજર લોકોએ પોલીસને જાણ કરતા ખાનપુર પોલીસ તાત્કાલિક દોડી આવી હતી. તેમજ નદીમાં સ્થાનિક તરવૈયાઓની મદદથી બચાવ કામગીરી હાથ ધરી હતી. ફાયર ફાઈટનાં કર્મચારીઓ પણ તાત્કાલિક આવી પહોંચ્યો હતો
મહીસાગર નદીનાં પુલ પરથી સામૂહિક આપઘાત કરવા મામલે ફાયર ફાઈટર વિભાગનાં કર્મચારીઓને જાણ કરતા ફાયર ફાઈટરનાં કર્મચારીઓ તાત્કાલિક ધોરણે ત્યાં દોડી આવ્યા હતા અને બચાવ કામગીરી હાથ ધરી હતી. ત્યારે પરિવારજનો દ્વારા શા માટે સામૂહિક આપઘાત કર્યો તે અંગેનું કારણ હજુ અકબંધ છે.