ધોળકાની સીમમાંથી મળેલી મહિલાના મૃતદેહનો ભેદ ઉકેલાયો છે. કાલુપુર પોલીસે હત્યા કેસમાં મહિલાના પતિ સહિત ૪ આરોપીની ધરપકડ કરી છે. વ્યસની પત્નીએ ઝઘડામાં છરી મારી દેતા પતિએ મિત્રો સાથે મળીને હત્યાનું કાવતરું રચ્યું હતું. ત્યારે કાલુપુર પોલીસે રીક્ષાચાલક પતિની કરતૂતનો પર્દાફાશ કર્યો છે.
પોલીસ ગિરફતમાં આવેલા મોસીમુદ્દીન ઉર્ફે મોહસીન શેખે તેના મિત્રો સાથે મળી તેની પત્ની નઝમા શેખની હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. હત્યાને અકસ્માતમાં ખપાવવા માટે ચારેય આરોપીએ પ્રિ-પ્લાન ઘડી આખું કાવતરું રચ્યું હતું. ચારેય આરોપીઓ હત્યાના પ્લાનમાં સફળ બન્યા હતા. જેથી ત્રણ મહિનાથી આરોપીઓ બિન્દાસ્ત ફરી રહ્યા હતા. પરંતુ કાલુપુર પોલીસની ટીમને એક બાતમી મળી જેના આધારે હત્યારાઓને ઝડપી મહિલાની હત્યાના ગુનાનો ભેદ ઉકેલી દીધો છે.મળતી માહિતી પ્રમાણે, આરોપી મોસીમુદ્દીન શેખ અને તેની પત્ની નઝમા શેખ વચ્ચે થોડા સમયથી ઝઘડો થતો હતો. પત્ની નઝમા વ્યસનની કુટેવ હોવાથી પતિ મોસીમુદ્દીન સાથે અવારનવાર ઝઘડો કરતી હતી અને ૩૧ માર્ચના રોજ નશામાં રહેલી નઝમાએ તેના પતિ મોસીમુદ્દીન હાથમાં છરી મારી દીધી હતી.
ત્યારબાદ પત્નીને પતિ મારશે તેના ડરથી પાંચ વર્ષની દીકરીને લઈ ઘરેથી નીકળી ગઈ હતી.મૃતક નઝમા વાસણામાં રહેતી તેની મિત્ર ગૌરીબેન આયરના ઘરે રહેવા ગઈ હતી. જેમાં પતિ મોસીમુદ્દીનએ પત્ની હત્યાનો પ્લાન બનાવ્યો અને ૨ એપ્રિલના રોજ ગૌરીબેનના ઘરે જઈ પત્નીનું ગળું દબાવી હત્યા કરી દીધી હતી. પકડાયેલા આરોપી પતિ મોસીમુદ્દીન શેખ, હૈદરઅલી તૈલી, મહિલા આરોપી આરતી ઉર્ફે શિવલી દાસ અને ગૌરીબેન સાથે મળી મહિલાની હત્યાનો પ્લાન ઘડ્યો હતો.મૃતક નઝમાની હત્યામાં પકડાયેલી બે મહિલાઓ સાથે અગાઉ ઝઘડો થયો હતો. જેને લઈ આરોપી મોસીમુદ્દીન સાથે બે મહિલાઓ હત્યામાં સામેલ થઈ હતી. મૃતક નઝમા ગૌરીબેન ઘરે રહેવા ગઈ તેવું જ ચાર લોકોએ ભેગા મળી પ્લાન બનાવ્યો હતો. જેમાં નઝમા રાત્રે સૂઈ જાય બાદ પતિ મોસીમુદ્દીન તકીયાથી નઝમાનું મોઢું દબાવ્યું અને હૈદરઅલી તૈલીએ મહિલાના હાથ પગ પકડી રાખી તડપાવીને હત્યા કરી હતી ત્યારબાદ પ્લાન મુજબ આરોપી મોસીમુદ્દીન, આરતી દાસ, ગૌરી અને હૈદરઅલી ભેગા મળી નઝમાની લાશ રીક્ષા લઈને ફેંકવા જઈ રહ્યા હતા.
રિક્ષામાં મૃતક નઝમાની લાશ હોય તેવી કોઈને શંકા ના જાય તે માટે લાશની બન્ને સાઈડ આરોપી આરતી અને ગૌરી બેઠી હતી. જેમાં ૩ એપ્રિલની વહેલી સવારે ધોળકા સીમ વિસ્તારમાં રોડ પર લાશને ફેંકીને આવી ગયા હતા. ત્યારબાદ ધોળકા પોલીસે અકસ્માતે મોત લઈ તપાસ કરતા હતા તેવામાં કાલુપુર પોલીસે મહિલાની હત્યાના આરોપી ઝડપી ગુનો ઉકેલ્યો હતો. આરોપી પતિ મોસીમુદ્દીને પત્નીની હત્યા કર્યા બાદ કોઈ જાહેરાત કરી ન હતી. ત્યારે મૃતક નઝમાના કોઈ સગાસંબંધી ન હોવાથી કોઈ પોલીસને જાણ કરી ન હતી. જેને લઈ પોલીસ અજાણ્યા મહિલાની લાશ લઈ તપાસ કરી રહી હતી. હવે આ કેસમાં મૃતક મહિલાના ડ્ઢદ્ગછ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેથી તેની બાળકી સાથે ડ્ઢદ્ગછ ચેકિંગ કરવામાં આવશે અને આ કેસમાં આરોપી ધોળકા પોલીસને સોંપવામાં આવશે.