સપ્તાહના અંતિમ સત્રમાં લાલ નિશાન સાથે બજાર બંધ થયું છે. કારોબારી સપ્તાહના અંતિમ દિવસે બજારમાં દબાણ જાેવા મળ્યું અને સેન્સેક્સ-નિફ્ટી ઘટાડા સાથે બંધ થયા. જાે કે આજના કારોબારમાં મિડકેપ, સ્મોલકેપ શેરોમાં દબાણ જાેવા મળ્યું હતું. આઈટી, પીએસઈ, રિયલ્ટી શેરોમાં વેચવાલી જાેવા મળી હતી જ્યારે પીએસયુ બેન્ક,એફએમસીજી, મેટલ ઈન્ડેક્સ ઉછાળા સાથે બંધ થયા હતા. હીરો મોટોકોર્પ, ટીસીએસ, કોલ ઈન્ડિયા, હિન્દાલ્કો ઈન્ડસ્ટ્રીઝ અને ટેક મહિન્દ્રા નિફ્ટીમાં ટોપ લૂઝર રહ્યા હતા.
એફએમસીજી અને પાવર સેક્ટર સિવાય તમામ સેક્ટરલ ઈન્ડેક્સ લાલ નિશાનમાં બંધ થયા છે. આઈટી ઈન્ડેક્સ આજે ૧.૫ ટકા ઘટીને બંધ રહ્યો હતો. બીજી તરફ મેટલ ઈન્ડેક્સમાં ૧ ટકાનો ઘટાડો નોંધાયો હતો. કારોબારના અંતે સેન્સેક્સ ૨૦૨.૩૬ પોઈન્ટ અથવા ૦.૩૧ ટકાના ઘટાડા સાથે ૬૪,૯૪૮.૬૬ પર બંધ થયો હતો. તો બીજી તરફ, નિફ્ટી ૫૫.૧૦ પોઈન્ટ એટલે કે ૦.૨૮ ટકાના ઘટાડા સાથે ૧૯૩૧૦.૧૫ ના સ્તર પર બંધ થયો હતો. આજના કારોબારમાં આઈટી સેક્ટરના શેરોમાં જાેરદાર વેચવાલી જાેવા મળી રહી છે. નિફ્ટી આઈટી ૪૫૬ પોઈન્ટના ઘટાડા સાથે બંધ થયો છે. આ સિવાય બેન્કિંગ, ફાર્મા, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, હેલ્થકેર, ઓઈલ અને ગેસ સેક્ટરના શેરો બંધ થયા હતા જ્યારે એફએમસીજી. મેટલ્સ, એનર્જી, મીડિયા સેક્ટરના શેર ઘટીને બંધ રહ્યા હતા.
મિડ કેપ અને સ્મોલ કેપ સેક્ટરના શેર પણ ઘટીને બંધ થયા છે. સેન્સેક્સના ૩૦ શેરોમાંથી ૯ વધ્યા અને ૨૧ ઘટાડા સાથે બંધ થયા. જ્યારે નિફ્ટીના ૧૪ શેર તેજી સાથે અને ૩૬ શેર ઘટાડા સાથે બંધ થયા. શેરબજારમાં શુક્રવારે સતત બીજા દિવસે વેચવાલી જાેવા મળી. નબળા વૈશ્વિક સંકેતોને કારણે મુખ્ય સૂચકાંકો લાલ નિશાનમાં ટ્રેડ થયા હતા. મ્જીઈ સેન્સેક્સ ૬૪,૯૫૦ની નજીક આવી ગયો એ જ રીતે નિફ્ટી પણ ૫૦ પોઈન્ટ ઘટીને ૧૯,૩૦૦ની સપાટીએ ટ્રેડ થયો હતો. સેન્સેક્સ ૨૩૧.૮૪ પોઈન્ટ અથવા ૦.૩૬ ટકા ઘટીને ૬૪,૯૧૯.૧૮ પર અને નિફ્ટી ૬૭.૩૦ પોઈન્ટ અથવા ૦.૩૫ ટકા ઘટીને ૧૯,૨૯૮ પર હતો. લગભગ ૧૨૦૮ શેર વધ્યા, ૭૩૩ શેર ઘટ્યા અને ૧૨૫ શેર યથાવત. ડૉ. રેડ્ડીઝ લેબોરેટરીઝ, અદાણી પોર્ટ્સ, એનટીપીસી, ભારતી એરટેલ અને અદાણી એન્ટરપ્રાઇઝિસ નિફ્ટીમાં મોટા ટોપ ગેઈનર્સ હતા, જ્યારે કોલ ઈન્ડિયા, ટીસીએસ, વિપ્રો, એપોલો હોસ્પિટલ્સ અને એચસીએલ ટેક્નોલોજીસ ટોપ લુઝર્સ હતા.