Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»India»ઓગસ્ટ મહિનામાં ૧૦૦ વર્ષમાં સૌથી ઓછા વરસાદનું અનુમાન ખરીફ પાકમાં નુકસાનથી મોંઘવારી વધવાનો ખતરો!
    India

    ઓગસ્ટ મહિનામાં ૧૦૦ વર્ષમાં સૌથી ઓછા વરસાદનું અનુમાન ખરીફ પાકમાં નુકસાનથી મોંઘવારી વધવાનો ખતરો!

    Shukhabar DeskBy Shukhabar DeskAugust 19, 2023No Comments2 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    છેલ્લા ૧૦૦ વર્ષમાં સૌથી ઓછો વરસાદ ઓગસ્ટ ૨૦૨૩માં જાેવા મળી શકે છે. અલ નીનોની અસરને કારણે દેશના ઘણા રાજ્યોમાં ચોમાસાના વરસાદમાં ભારે ઉણપ જાેવા મળી રહી છે. રોયટર્સે તેના અહેવાલમાં હવામાન વિભાગના બે અધિકારીઓને ટાંકીને જણાવ્યું છે કે ૧૯૦૧ પછી દેશમાં ઓગસ્ટ ૨૦૨૩માં સૌથી ઓછો વરસાદ થવાની ધારણા છે. વરસાદના અભાવે ખાદ્યપદાર્થોના ફુગાવામાં ઉછાળો જાેવા મળી શકે છે. કારણ કે વરસાદના અભાવે ખરીફ પાકોના ઉત્પાદનને અસર થવાની સંભાવના છે.

    આ ખરીફ સિઝનમાં ચોખાથી લઈને સોયાબીનના ઉત્પાદનમાં ઘટાડો થઈ શકે છે. ઓછો વરસાદ આવતા રવી સિઝનમાં ઉગાડવામાં આવતા પાકના ઉત્પાદનને અસર કરી શકે છે, જેમાં ઘઉં અને સરસવનો સમાવેશ થાય છે. ઘઉંની ખેતી માટે ખેતરોમાં ભેજ હોવો ખૂબ જ જરૂરી છે. જાે આ ચોમાસાની સિઝનમાં વરસાદની અછત હોય તો ખેતરોમાં ભેજના અભાવે ઘઉંના ઉત્પાદનને સીધી અસર થઈ શકે છે. તેની અસર દેશના આર્થિક વિકાસ અને ગ્રામીણ અર્થવ્યવસ્થા પર જાેવા મળી શકે છે, જે સંપૂર્ણપણે કૃષિ પર ર્નિભર છે. ભારત તેની ખેતી અને જળાશયો માટે જરૂરી પાણીના ૭૦ ટકા માટે ચોમાસાના વરસાદ પર ર્નિભર છે.IMD અધિકારીએ જણાવ્યું કે આ ચોમાસું નબળું પડી રહ્યું છે. તેમણે કહ્યું કે દક્ષિણ, મધ્ય અને પશ્ચિમ ભારતમાં વરસાદનો અભાવ છે.

    આ ચોમાસાની સિઝનમાં ઓછા વરસાદને કારણે મોંઘવારી વધવાનો ભય છે. જુલાઈ મહિના માટે જાહેર કરાયેલા આંકડાઓ અનુસાર, છૂટક મોંઘવારી દર વધીને ૭.૪૪ ટકા અને ખાદ્ય મોંઘવારી દર ૧૧.૫૧ ટકા પર પહોંચી ગયો છે. લીલોતરી અને શાકભાજી ઉપરાંત ઘઉં, ચોખા અને કઠોળના ભાવ પણ વધવા લાગ્યા છે. જાે ઓછો વરસાદ થશે તો મોંઘવારી વધુ વધી શકે છે. છેલ્લા કેટલાક સમયથી રાજ્યમાં વરસાદે વિરામ લીધો છે. ઘણા સમયથી કોઇ વરસાદી સિસ્ટમ સક્રિય ન હોવાથી રાજ્યમાં ક્યાંય પણ નોંઘપાત્ર વરસાદ નથી નોંધાયો પરતું હવે બંગાળની ખાડીમાં સિસ્ટમ સર્જાતા ફરી ગુજરાતને મેઘરાજા ઘમરોળશે. હવામાન વિભાગની આગાહી મુજબ આજથી વરસાદી માહોલ ફરી જામશે. હવામાન વિભાગની આગાહી મુજબ ૨ દિવસ રાજ્યમાં છૂટછવાયો વરસાદ પડશે બાદ ૨૦મી ઓગસ્ટે સમગ્ર ગુજરાતમાં સાવર્ત્રિક વરસાદ પડવાની સંભાવના છે. હવામાન વિભાગની આગાહી મુજબ સૌરાષ્ટ્ર-કચ્છમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. તો દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લામાં ભારે વરસાદનું અનુમાન છે. વલસાડ, નવસારી, ડાંગ, નર્મદા, છોટાઉદેપુરમાં ભારે વરસાદની થઇ શકે છે.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

      Related Posts

      સુપ્રીમ કોર્ટનો ફટાકડા પર પ્રતિબંધ અંગે મોટો સંકેત, ગ્રીન ફટાકડા અને સમયમર્યાદા પર થઈ શકે નિર્ણય

      October 12, 2026

      રાહુલ ગાંધીના ‘વોટ ચોરી’ના આરોપોથી રાજકીય ગરમાવો, રાષ્ટ્રપતિ સાથેની મુલાકાત બાદ ભાજપનો વળતો પ્રહાર

      October 10, 2026

      HAL Recruitment 2026: એન્જિનિયરિંગ યુવાનો માટે 150 જગ્યાઓ, ₹1.20 લાખ સુધી પગાર

      October 8, 2026
      Facebook X (Twitter) Instagram Pinterest
      • Gujarati News
      © 2026 ShuKhabar. Designed by : ePaper Solution

      Type above and press Enter to search. Press Esc to cancel.