સુરતના અઠવાલાઇન્સ વિસ્તારમાં આજે વહેલી સવારે જ પ્રાંત અધિકારીના ઘરે ગેસનો ગેસ સિલિન્ડર ફાટ્યો હોવાની ઘટના સામે આવી છે. જેમાં પ્રાંત અધિકારી સહિત તેમની પત્ની અને પુત્રને ગંભીર ઇજા પહોંચી છે.
સુરતના અઠવાલાઇન્સ વિસ્તારમાં આજે વહેલી સવારે જ પ્રાંત અધિકારીના ઘરે ગેસનો ગેસ સિલિન્ડર ફાટ્યો હોવાની ઘટના સામે આવી છે. જેમાં પ્રાંત અધિકારી સહિત તેમની પત્ની અને પુત્રને ગંભીર ઇજા પહોંચી છે. ઘરમાં ગેસનો ગેસ સિલિન્ડર ફાટી જતા કિચનની દીવાલ પણ તૂટી ગઇ, આસપાસના રૂમની દીવાલોમાં તિરાડ પડી ગઇ હતી. આખા ઘરનો સામાન વેરવિખેર થઈ ગયો.જાે કે બ્લાસ્ટ એટલો પ્રચંડ હતો કે ઘરની દીવાલો સાથે તેની ટાઇલ્સ પણ નીકળીને બહાર આવી ગઇ હતી. તેમજ દીવાલની છતનું પીઓપી પણ નીકળી ગયું હતુ. કિચનની આસપાસના બધા જ રૂમનો સામાન અસ્તવ્યસ્ત હાલતમાં જાેઇ શકાય છે. જાે કે ઘટનાની જાણ થતા ફાયર વિભાગ ઘટનાસ્થળે પહોંચ્યું હતું અને વધુ કામગીરી હાથ ધરી છે. ઇજાગ્રસ્ત પ્રાંત અધિકારી સહિત તેમની પત્ની અને પુત્રને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
