સરકારી કર્મચારીઓ માટે સારા સમાચાર. વધી શકે છે તમારી નિવૃત્તિની વય મર્યાદા. નિયમ ઉંમર કરતા વધુ એકથી બે વર્ષનો વધી શકે છે કર્મચારી તરીકેનો કાર્યકાળ. હાલ આ સમાચારો અંગે સૌ કોઈ જાણકારી મેળવવા માંગે છે. કારણકે, આનાથી નિવૃત્તિના લાભોમાં પણ વધારો થશે. ઉલ્લેખનીય છેકે, સરકાર દ્વારા નિવૃત્તિની ઉંમર વધારવાની યોજના બનાવવામાં આવી રહી છે. સમાચાર આવી રહ્યા છે કે PSBs અને લાઈફ ઈન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (LIC) ના વડાઓની નિવૃત્તિની ઉંમર અંગે ટૂંક સમયમાં ર્નિણય લેવામાં આવી શકે છે.કેન્દ્ર સરકાર દ્વારા સમયાંતરે સરકારી કર્મચારીઓના પગાર અને નિવૃત્તિ વયમાં વિવિધ સુધારા કરવામાં આવ્યા છે. હવે ફરી એકવાર સરકાર જાહેર ક્ષેત્રની બેંકોના વડાઓ અને એમડીની નિવૃત્તિ વય વધારવાની યોજના બનાવી રહી છે, પરંતુ નીચલા સ્તરના કર્મચારીઓને તેનો લાભ નહીં મળે.
માહિતી મુજબ, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના ચેરમેન દિનેશ ખારાને એક્સ્ટેંશન મળવાની સંભાવના છે, જેનો અર્થ છે કે સરકાર તેમની નિવૃત્તિની ઉંમર વધારી શકે છે. સરકાર જાહેર ક્ષેત્રની બેંકો (PSBs) અને LIC ના વડાઓની નિવૃત્તિ વય વધારવા પર વિચાર કરી રહી છે.આ અંગે માહિતી આપતાં એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું છે કે સરકાર સમક્ષના પ્રસ્તાવમાં PSB મેનેજિંગ ડિરેક્ટર્સ (MD) ની નિવૃત્તિ વય વર્તમાન ૬૦ વર્ષથી વધારીને ૬૨ વર્ષ કરવાનો પણ સમાવેશ થાય છે.તમને જણાવી દઈએ કે વરિષ્ઠ બેન્કર ખારાએ ઓક્ટોબર ૨૦૨૦માં ત્રણ વર્ષ માટે એસબીઆઈના ચેરમેન તરીકેનો કાર્યભાર સંભાળ્યો હતો. હાલના નિયમો અનુસાર જીમ્ૈંના ચેરમેન ૬૩ વર્ષની ઉંમર સુધી આ પદ પર રહી શકે છે. ખારા આવતા વર્ષે ઓગસ્ટમાં ૬૩ વર્ષના થશે.
અધિકારીએ કહ્યું છે કે PSBs અને લાઈફ ઈન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (LIC) ના વડાઓની નિવૃત્તિ વય વધારવા માટે ચર્ચા ચાલી રહી છે. આ સાથેPSB MD નિવૃત્તિ વય ૬૦ વર્ષથી વધારીને ૬૨ વર્ષ કરવાની પણ ચર્ચા ચાલી રહી છે. તેમણે કહ્યું કે પીએસબી અને એલઆઈસીના વડાઓની નિવૃત્તિ વય અંગેનો અંતિમ ર્નિણય હજુ લેવામાં આવ્યો નથી. LIC ચેરમેનની વર્તમાન નિવૃત્તિ વય ૬૨ વર્ષ છે.
