Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»Uncategorized»ચોથામાળે ચડેલી છોકરીએ કહ્યું કૂદી જઈશ સુસાઈડ માટે ટેરેસ પર ચડેલી યુવતીને પોલીસે બચાવી
    Uncategorized

    ચોથામાળે ચડેલી છોકરીએ કહ્યું કૂદી જઈશ સુસાઈડ માટે ટેરેસ પર ચડેલી યુવતીને પોલીસે બચાવી

    Shukhabar DeskBy Shukhabar DeskSeptember 2, 2023No Comments2 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    રાષ્ટ્રીય રાજધાની દિલ્હીથી અડીને આવેલા ગાજિયાબાદમાં એક છોકરી બિલ્ડિંગના ટેરેસ પર ચડીને હાઈ વોલ્ટેજ ડ્રામા શરુ કરી દીધો. છોકરી ટેરેસ પર એવી જગ્યાએ ઊભી હતી, જ્યાંથી થોડી ચૂક થઈ તો તેનો જીવ જઈ શકતો હતો. તેને ટેરેસ પર જાેઈને ભારે ભીડ એકઠી થઈ ગઈ હતી. લોકો તેનો વીડિયો બનાવવા લાગ્યા હતા. સૂચના મળતા પોલીસ પહોંચી અને ભારે મુશ્કેલીથી તેને સમજાવીને નીચે ઉતારી હતી. જાણવા મળ્યું છે કે, તેની માતાનું નિધન થઈ ચુક્યું છે અને તેના પિતા અભ્યાસ છોડાવવા માગે છે. આ ઘટના ઈંદિરાપુરમ વિસ્તારના અભય ખંડ પોલીસ ચોકીની નજીકની છે. પોલીસના જણાવ્યા અનુસાર ઘટનાની જાણ થઈ હતી કે, એક છોકરી બિલ્ડિંગના ચોથા માળ પર ચડી ગઈ છે અને સુસાઈડ કરવા માગે છે.

    તે ટેરસ પર એવી જગ્યાએ જઈને ઊભી થઈ હતી, જાે જરાં પણ ચૂક થવા પર તે નીચે પડી શકતી હતી. આવી જાણકારી સ્થાનિક લોકોએ આપી. ઘટનાસ્થળ પર ભારે ભીડ એકઠી થઈ ગઈ. લોકોએ તેનો વીડિયો ઉતારી લીધો. એટલામાં ઈંદિરાપુરમ પોલીસ ઘટનાસ્થળે આવી પહોંચી અને છોકરીને બચાવવાની કોશિશ કરી. પણ કોઈ ફાયદો થયો નહીં. ત્યાર બાદ ઘટનાસ્થળ પર એસપી ઈંદિરાપુરમ સ્વતંત્ર કુમાર સિંહ પહોંચ્યા અને તેમણે ખુદ ટેરેસ પર જઈને છોકરીને સમજાવી. તેને વિશ્વાસ અપાવ્યો કે, તેને ભણતરમાં કોઈ તકલીફ આવશે નહીં અને તે તેનો ભાઈ બનીને રહેશે અને ભાઈનું ફરજ નિભાવશે અને ભણતર પુરુ કરવામાં પુરતો સપોર્ટ કરશે. થોડી વાર સમજાવ્યા બાદ છોકરી નીચે આવી ગઈ. ત્યાર બાદ એસીપી તેને પોતાની સાથે લઈને નીચે ઉતર્યા. પણ નીચે ઉતરીને છોકરી બેભાન થઈ ગઈ.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

    Related Posts

    WhatsApp અને એલન મસ્કનું XChat— કયામાં વધુ ફીચર્સ છે?

    June 7, 2025

    Bank Credit Falls In Metropolitan Branches: ગામ અને કસ્બાઓમાં બેંક લોનમાં વધતું વલણ: RBI રિપોર્ટની મુખ્ય જાણકારી

    June 3, 2025

    Jio vs Airtel: Jio ના નવા પ્લાનથી Airtelને મળશે ટક્કર, મળશે 50 રૂપિયાની બચત

    May 19, 2025
    Facebook X (Twitter) Instagram Pinterest
    • Gujarati News
    © 2025 ShuKhabar. Designed by : ePaper Solution

    Type above and press Enter to search. Press Esc to cancel.