સાઉથના સુપરસ્ટાર થલાપતિ વિજયની ફિલ્મ ‘લિયો’ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે. ઘણા સમયથી થલાપતિ વિજયની આ ફિલ્મને લઈને ચાહકોમાં અદ્ભુત ક્રેઝ હતો. ફિલ્મના એડવાન્સ બુકિંગે શાહરૂખ ખાનની ‘જવાન’ને પણ પાછળ છોડી દીધી હતી. એવું કહેવામાં આવી રહ્યું હતું કે વિજયની આ ફિલ્મ ઘણા મોટા રેકોર્ડ બનાવવા જઈ રહી છે અને કંઈક એવું જ થયું. ૧૯ ઓક્ટોબરે રિલીઝ થયેલી આ ફિલ્મે રેકોર્ડ બ્રેક ઓપનિંગ લીધી છે. ફિલ્મે પ્રથમ દિવસે કુલ ૬૮ કરોડ રૂપિયાની કમાણી કરી હતી. જ્યારે વર્લ્ડવાઈડ ફિલ્મે ૧૪૮.૫૦ કરોડની કમાણી કરી હતી. વિશ્વભરમાં કોઈ કોલીવુડ ફિલ્મને આટલી મોટી ઓપનિંગ મળી નથી. પહેલા દિવસે રેકોર્ડ તોડ્યા બાદ ફિલ્મના બીજા દિવસનું કલેક્શન પણ સામે આવ્યું છે.
થલાપતિ વિજયની ફિલ્મે તેના બીજા દિવસે ૩૫ કરોડ રૂપિયાનું બોક્સ ઓફિસ કલેક્શન કર્યું છે. એકંદરે, ફિલ્મે માત્ર ૨ દિવસમાં ઘરેલુ બોક્સ ઓફિસ પર ૧૦૩ કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે. તમને જણાવી દઈએ કે વિજયની આ ફિલ્મ ૨૫૦-૩૦૦ કરોડના બજેટમાં બની છે. જે દરે ફિલ્મની કમાણી થઈ રહી છે, તે ખૂબ જ ટૂંક સમયમાં ૫૦૦ કરોડના ક્લબમાં પ્રવેશવા જઈ રહી છે. આ ફિલ્મ વિજયના કરિયરની સૌથી મોટી ઓપનર પણ સાબિત થઈ છે. આ ફિલ્મનું નિર્દેશન લોકેશ કનાગરાજે કર્યું છે અને સેવન સ્ક્રીન સ્ટુડિયો દ્વારા નિર્મિત છે. ‘લિયો’ના ડિજિટલ રાઇટ્સ નેટફ્લિક્સ પાસે છે. આ ફિલ્મના સેટેલાઇટ રાઇટ્સ સ્ટાર વિજય પાસે છે. તમને જણાવી દઈએ કે લીયો પાંચ ભાષાઓ હિન્દી, તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમમાં રિલીઝ થઈ છે.