આગામી નવેમ્બર-ડિસેમ્બરમાં ૫ રાજ્યોમાં યોજાનાર વિધાનસભા ચૂંટણીમાં તમામ રાજકીય પક્ષો પ્રચારમાં જાેડાઈ ગઈ છે, ત્યારે ચૂંટણી પંચે ઉમેદવારો અને રાજકીય પક્ષોને લઈને ઘણા મોટા ર્નિણય લીધા છે. ઉમેદવારો પણ ચૂંટણીમાં અઢળક નાણાં ખર્ચતા હોય છે, જેને ધ્યાને રાખી ચૂંટણી પંચે આ વખતે ચૂંટણીમાં ખર્ચ થનાર સામગ્રીની કિંમત અંગેની યાદી બહાર પાડી છે. આ લિસ્ટમાં ચૂંટણી પ્રચાર દરમિયાન ચા, કોફી, સમોસા, રસગુલ્લા, આઈસ્ક્રીમ સહિત પ્રત્યેક પ્રોડક્ટની કિંમત નક્કી કરવામાં આવી છે. આ તમામ ખર્ચ ઉમેદવારોના એકાઉન્ટમાં જાેડવામાં આવશે.
ચૂંટણી પંચે પ્રચાર સામગ્રી તેમજ સભામાં ઉપયોગમાં લેવાયેલા સામાનની કિંમત નિર્ધારિત કરી છે. ચૂંટણી પંચ પોતાની રેટ લિસ્ટ મુજબ જ ઉમેદવારોના ખર્ચનું આંકલન કરશે. વાસ્તવમાં ઉમેદવારો ચૂંટણી ટાણે લાખો-કરોડો રૂપિયાનો ખર્ચ કરતા હોય છે, જાેકે હવે આવું કરવું અશક્ય છે, કારણ કે ચૂંટણી પંચ ઉમેદવારોના તમામ ખર્ચ પર નજર રાખશે.
ઉમેદવારોના ખર્ચની મોનિટરિંગની વ્યવસ્થા જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા કરાશે. ઉપરાંત પંચે ચૂંટણીમાં ઉપયોગમાં લેવાનાર સામાનની પણ લીસ્ટ તૈયાર કરી છે. આ રેટ લિસ્ટ મુજબ ચૂંટણી સભા અને કાર્યક્રમોમાં ઉપયોગમાં આવનાર સામાનનું ભાડું પણ ફિક્સ કરાયું છે. પ્રતિ દિવસ એક પ્લાસ્ટિકની ખુરશીના ૫ રૂપિયા, પાઈપની ખુરશીના ૩ રૂપિયા, વીઆઈપી ખુરશીના ૧૦૫ રૂપિયા, લાકડાના ટેબલના ૫૩ રૂપિયા, ટ્યૂબલાઈટ ૧૦ રૂપિયા, હૈલોજન ૫૦૦ વૉટ ૪૨ રૂપિયા, ૧૦૦૦ વૉટના ૭૪ રૂપિયા, વીઆઈપી સોફાસેટનો ખર્ચો ૬૩૦ રૂપિયા મુજબ ઉમેદવારના એકાઉન્ટમાં જાેડાશે.
ચૂંટણી પંચ ઉમેદવારો દ્વારા ખર્ચ થનાર ખાદ્ય સામગ્રી પર પણ નજર રાખશે, જેમાં પ્રતિ કિલો કેરી રૂ.૬૩, કેળું રૂ.૨૧, સેવ રૂ.૮૪, દ્રાક્ષ રૂ.૮૪ મુજબ જાેડવામાં આવશે. આરઓ પાણીની કેન ૨૦ લીટરની ૨૦ રૂપિયા, કોલ્ડ ડ્રિક્સ અને આઈસ્ક્રીમ એમઆરપી મુજબ ખર્ચમાં જાેડવામાં આવશે. શેરડીના રસના (નાનો ગ્લાસ) રૂ.૧૦, જમવાની પ્રતિ પ્લેટના રૂ.૭૧ નિર્ધારીત કરવામાં આવ્યા છે. ઉપરાંત પ્લાસ્ટિકના ઝંડાના રૂ.૨, કપડાના ઝંડાના રૂ.૧૧, નાના સ્ટીકરના રૂ.૫, પોસ્ટ રૂ.૧૧, પ્રતિ ફૂટ કટ આઉટ વુડન, કપડા અને પ્લાસ્ટિકના રૂ.૫૩, હોર્ડિંગના રૂ.૫૩, પેમ્પલેટ (પ્રતિ હજાર)ના રૂ.૫૨૫ મુજબ ઉમેદવારોના એકાઉન્ટમાં જાેડવામાં આવશે.
ઉમેદવારો દ્વારા થતા અન્ય ખર્ચમાં પ્રતિ દિવસ ૫ સીટર કારનું ભાડું ૨૬૨૫ અથવા ૩૬૭૫ રૂપિયા, મિની બસ ૨૦ સીટર ૬૩૦૦ રૂપિયા, ૩૫ સીટર બસનું ભાડું ૮૪૦૦ રૂપિયા નિર્ધારીત કરાયું છે.
ટેમ્પો ૧૨૬૦ રૂપિયા, વીડિયો વેન ૫૨૫૦ રૂપિયા, ડ્રાઈવર મજુરી ૬૩૦ રૂપિયા પ્રતિદિવસ મુજબ નિર્ધારીત કરાયું છે. ચૂંટણી પંચની ખર્ચ યાદી મુજબ ચા રૂ.૫, કોફી રૂ.૧૩, સમોસા રૂ.૧૨, રસગુલ્લા પ્રતિ કિલો રૂ.૨૧૦ મુજબ ખર્ચ કરી શકે છે. ઉપરાંત અન્ય તમામ વસ્તુઓના પણ રેટ નિર્ધારીત કરાયા છે.
ઉલ્લેખનિય છે કે, ઉમેદવારોએ ચૂંટણી પ્રચારમાં કરેલ ખર્ચની વિગતો ચૂંટણી પંચને ફરજિયાત આપવાની હોય છે. ૨૦૧૮ની વિધાનસભા ચૂંટણીમાં જે ઉમેદવારોએ ખર્ચની વિગતો આપી નથી, તેમની સામે ચૂંટણી પંચે મોટી કાર્યવાહી કરી છે. ચૂંટણી પંચે તાજેતરમાં જ રાજસ્થાનના ૪૬ નેતાઓને અયોગ્ય જાહેર કર્યા છે અને ચૂંટણી લડવા પર પણ પ્રતિબંધ લગાવ્યો છે.
ઉલ્લેખનિય છે કે, ચૂંટણી પંચે આગામી વર્ષે લોકસભા ચૂંટણી પહેલા સેમીફાઈનલ કહેવાતી ૫ રાજ્યોની વિધાનસભા ચૂંટણીની તારીખોની તાજેતરમાં જ જાહેરાત કરી હતી. મધ્યપ્રદેશમાં ૭ નવેમ્બર, છત્તીસગઢમાં બે તબક્કામાં ૭ અને ૧૭ નવેમ્બર, રાજસ્થાનમાં ૨૩ નવેમ્બર, તેલંગણામાં ૩૦ નવેમ્બરે અને મિઝોરમમાં ૭ નવેમ્બરે મતદાન યોજાશે. જ્યારે પાંચેય રાજ્યોના પરિણામો ત્રીજી ડિસેમ્બરે જાહેર થશે.