Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»Uncategorized»ક્રિકેટરને કારની ઓવરસ્પિડિંગ માટે દંડ થયો હતો રોહિતે કાર ૨૦૦ નહીં ૧૦૫/૧૧૭ કિમીની ઝડપી ચલાવી હતી
    Uncategorized

    ક્રિકેટરને કારની ઓવરસ્પિડિંગ માટે દંડ થયો હતો રોહિતે કાર ૨૦૦ નહીં ૧૦૫/૧૧૭ કિમીની ઝડપી ચલાવી હતી

    Shukhabar DeskBy Shukhabar DeskOctober 21, 2023No Comments2 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    ગુરુવારે વન-ડે વર્લ્ડ કપ ૨૦૨૩માં ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રમાયેલી મેચની પૂર્વસંધ્યાએ ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન રોહિત શર્મા વિશે સમાચાર આવ્યા હતા કે તેણે ૨૦૦ કિમી/કલાકની ઝડપે મુંબઈ-પુણે હાઇવે પર કાર દોડાવી હતી. જેના કારણે તેની સામે ત્રણ ઓનલાઈન ટ્રાફિક ચલણ જારી કરવામાં આવ્યા હતા. જે પછી રોહિતના ફેન્સ અને ક્રિકેટ નિષ્ણાંતો વચ્ચે જાેરદાર ચર્ચા ચાલી રહી હતી કે રોહિત આ કેવી રીતે કરી શકે છે. પરંતુ હવે જાણવા મળ્યું છે કે રોહિતની કારની ગતિ ૨૦૦ કિમી/કલાકની આસપાસ પણ ન હતી.

    મળેલા અહેવાલ મુજબ રોહિતે મુંબઈ-પુણે હાઈવે પર ૧૦૫ કિમી/કલાક અને ૧૧૭ કિમી/કલાકની ઝડપે ગાડી ચલાવી હતી. હવે જ્યારે અહીં મહત્તમ ઝડપ મર્યાદા ૧૦૦ કિમી/કલાક છે, ત્યારે તેને બે વખત મર્યાદા તોડવા બદલ દંડ ફટકારવામાં આવ્યો હતો. દરેક ઘટના માટે ૨,૦૦૦ રૂપિયાના હિસાબે રોહિત પાસેથી કુલ ૪,૦૦૦ રૂપિયાનો દંડ વસૂલવામાં આવ્યો હતો. રોહિતે ગુરૂવારે દંડની રકમ ભરી દીધી હતી.

    હાઈ-વે પોલીસના અધિક્ષકે પુષ્ટિ આપી હતી કે, “સ્પીડ લિમિટના ઉલ્લંઘનની આ ઘટના ૧૭ ઓક્ટોબરે બની હતી અને નિયમો અનુસાર કાર્યવાહી કરવામાં આવી હતી. રોહિત શર્મા દ્વારા દંડનીઓ રકમ તરત જ ચૂકવવામાં આવી હતી. અગાઉ એવા અહેવાલો આવ્યા હતા કે રોહિત શર્મા ૨૦૦ કિમી/કલાકની ઝડપે ગાડી ચલાવી રહ્યો હતો, જે બિલકુલ સાચા નથી. હાઇવે પર રોહિતની કારે સ્પર્શ કરેલી મહત્તમ ઝડપ મર્યાદા ૧૧૭ કિમી/કલાક હતી. આ સમય દરમિયાન એક્સપ્રેસ વેની બંને બાજુ લગાવેલા કેમેરામાં તેની કાર કેદ થઇ ગઈ હતી.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

    Related Posts

    YouTube માં નવું ફીચર: વીડિયો શેરિંગ માટે બીજી કોઈ એપની જરૂર નથી

    November 20, 2025

    Venue 2025: પહેલા કરતાં વધુ શૈલી, વધુ ટેકનોલોજી અને વધુ સારી આરામ

    November 4, 2025

    Diwali 2025: તહેવારો અને લગ્નોથી વ્યવસાયમાં વધારો થશે: 7.58 લાખ કરોડ રૂપિયાના રેકોર્ડ ટર્નઓવરની અપેક્ષા

    October 15, 2025
    Facebook X (Twitter) Instagram Pinterest
    • Gujarati News
    © 2025 ShuKhabar. Designed by : ePaper Solution

    Type above and press Enter to search. Press Esc to cancel.