Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»Cricket»વનડે વર્લ્ડ કપ ૨૦૨૩નું કાઉન્ટડાઉન શરૂ વર્લ્ડ કપ પહેલાં કોલકાતાના ઈડન ગાર્ડન પર આગ લાગી
    Cricket

    વનડે વર્લ્ડ કપ ૨૦૨૩નું કાઉન્ટડાઉન શરૂ વર્લ્ડ કપ પહેલાં કોલકાતાના ઈડન ગાર્ડન પર આગ લાગી

    Shukhabar DeskBy Shukhabar DeskAugust 10, 2023No Comments2 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    વનડે વર્લ્ડ કપ ૨૦૨૩નું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. વર્લ્ડ કપની ઘણી મેચો કોલકાતાના ઈડન ગાર્ડનમાં પણ યોજાવાની છે. આ સ્થિતિમાં વર્લ્ડ કપ પહેલા ઈડન ગાર્ડનમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. મળેલી માહિતી અનુસાર આગ ગઈકાલે લગભગ ૧૧.૫૦ વાગ્યે લાગી હતી. જે બાદ ફાયર બ્રિગેડની ૨ ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી. જે બાદ આગ ઓલવવાનું કામ શરૂ કરવામાં આવ્યું હતું. વર્લ્ડ કપ પહેલા કોલકાતાના ઈડન ગાર્ડનમાં રિનોવેશનનું કામ ચાલી રહ્યું હતું. આ દરમિયાન ગઈકાલે મોડી રાત્રે ઈડનના ડ્રેસિંગ રૂમમાં આગ લાગી હતી. ત્યાં કામ કરી રહેલા લોકોએ પહેલા આગ જાેઈ હતી. જે બાદ ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. ફાયર બ્રિગેડે બે એન્જિન દ્વારા આગ પર કાબુ મેળવ્યો હતો. રાત્રે આગ લાગવાના સમાચાર મળતા જ જાેઈન્ટ સેક્રેટરી દેવબ્રત દાસ ત્યાં પહોંચ્યા હતા. તેમણે આગની ઘટના અંગે ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે આ મામલાની તપાસ કરવામાં આવશે અને આગ કેવી રીતે લાગી તે જાેવામાં આવશે.

    કહેવામાં આવી રહ્યું છે કે આગ ડ્રેસિંગ રૂમની ફોલ્સ સિલિંગમાં લાગી હતી જ્યાં ક્રિકેટરોના સાધનો રાખવામાં આવ્યા હતા. જાે કે નુકસાન એટલું મોટું ન હતું, પરંતુ ત્યાં હાજર ખેલાડીઓનો તમામ સામાન બળી ગયો હતો. પ્રાથમિક તબક્કે આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનું માનવામાં આવી રહ્યું છે. જાે કે આ ઘટનાએ આગામી વર્લ્ડ કપ માટે રિનોવેશનના કામ દરમિયાન ઈડનના ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર સવાલો ઉભા કર્યા છે. અચાનક આગ લાગવાનું કારણ તપાસવામાં આવી રહ્યું છે.

    વર્લ્ડ કપ શરુ થવામાં ૨ મહિનાથી પણ ઓછો સમય બાકી છે. વર્લ્ડ કપ દરમિયાન ઈડનમાં ૫ મહત્વની મેચો રમાવાની છે, તેથી હવે રિનોવેશનનું કામ પૂરજાેશમાં ચાલી રહ્યું છે. ઈડનનું નવીનીકરણ ૧૫ સપ્ટેમ્બર સુધીમાં પૂર્ણ કરવાનો લક્ષ્ય રાખવામાં આવ્યો છે. દરમિયાન આઈસીસીપ્રતિનિધિઓએ કામની પ્રગતિ પર સંતોષ વ્યક્ત કર્યો છે. તેઓ આવતા મહિને ફરી આવશે. તે પહેલા આગની ઘટનાએ ક્રિકેટ એસોસિએશન ઓફ બંગાળનું ટેન્શન વધારી દીધું છે.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

    Related Posts

    Virat Kohli Retirement: વિરાટ કોહલીના ટેસ્ટ ક્રિકેટમાંથી સંન્યાસ પર અનુષ્કા શર્માનો ભાવુક પ્રતિક્રિયા

    May 12, 2025

    Sachin Tendulkar કોહલીના સંન્યાસ પર ભાવુક થયા સચિન, સાંભળો ‘ધાગા’ની 12 વર્ષ જૂની કહાની

    May 12, 2025

    Virat Kohli Retires: ટેસ્ટમાં 10,000 રન પહેલા વિરાટ કોહલીને કોણે આઉટ કર્યો, જાણો વાર્તા!

    May 12, 2025
    Facebook X (Twitter) Instagram Pinterest
    • Gujarati News
    © 2025 ShuKhabar. Designed by : ePaper Solution

    Type above and press Enter to search. Press Esc to cancel.