આઇટીસીની સનફિસ્ટ ડાર્ક ફેન્ટેસી, બ્રાન્ડના નવા ચહેરા તરીકે ‘કિંગ ઓફ ફેન્ટેસી’ – શાહરૂખ ખાન સાથે એક રોમાંચક સફરની શરૂઆતની જાહેરાત કરી.સનફિસ્ટ ડાર્ક ફેન્ટેસી નવેસરથી તેનું બ્રાન્ડ પ્રપોઝિશન ‘સનફિસ્ટ ડાર્ક ફેન્ટેસી – હર દિલ કી ફેન્ટેસી’ રજૂ કરે છે, જેનો હેતુ તેના ગ્રાહકો સાથે વ્યાપક જાેડાણ સ્થાપિત કરવાનો છે. આ નવો કન્સેપ્ટ આપણા દૈનિક જીવનમાં કાલ્પનિકતાના સ્પર્શની સાવર્ત્રિક ઝંખનાથી ઉદ્ભવે છે. આ નવા પરિપ્રેક્ષ્ય સાથે, બ્રાન્ડ વિવિધ ગ્રાહક સેગમેન્ટમાં વ્યાપક અસર ઉભી કરવાનો ઉદ્દેશ્ય ધરાવે છે, જે ગમે ત્યારે, ગમે ત્યાં કાલ્પનિકતાની વ્યક્તિગત ઉડાનને પ્રોત્સાહિત કરે છે. લાખો લોકોના દિલમાં અનોખું સ્થાન ધરાવતા શાહરૂખ ખાન, વિશ્વભરના પોતાના અસંખ્ય ચાહકોની માન્યતાનું પ્રતિનિધિત્વ કરે છે. બંને વચ્ચેનો આ સુમેળ તેને કાલ્પનિક સંયોજન બનાવે છે.
આઇટીસી ફૂડ્સ ડિવિઝનના બિસ્કિટ એન્ડ કેક્સ ક્લસ્ટરના ચીફ ઓપરેટિંગ ઓફિસર અલી હેરિસ શેરેએ શાહરૂખ ખાન સાથેની રોમાંચક ભાગીદારી અંગે પોતાના વિચારો વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, “અમે બોલિવૂડના કિંગ શાહરૂખ ખાનને સનફિસ્ટ ડાર્ક ફેન્ટસીનો મુખ્ય ચહેરો બનાવીને ખૂબ જ ઉત્સાહિત છીએ. તે પ્રતિષ્ઠિત વ્યક્તિત્વ ધરાવે છે. તેમનો કરિશ્મા, અદભૂત વ્યક્તિત્વ તેમને બ્રાન્ડનું પ્રતિનિધિત્વ કરવા માટે આદર્શ પસંદગી બનાવે છે. આ જાેડાણ સાથે, અમે બ્રાન્ડની હાજરીને વધારવાનો અને ગ્રાહકો સાથેના તેના જાેડાણને વધુ મજબૂત બનાવવાનો વિશ્વાસ ધરાવીએ છીએ. અમે સાથે મળીને લોકોની કલ્પનાની ઉજવણી કરતી અને તેને યાદગાર અનુભવમાં પરિવર્તિત કરતી એક અભૂતપૂર્વ સફર પર લઈ જવાનું લક્ષ્ય રાખીએ.