દર વર્ષે રાજકોટમાં સૌરાષ્ટ્રનો સૌથી મોટો લોકમેળો યોજાય છે. ત્યારે આ વર્ષે પણ સૌરાષ્ટ્રના સૌથી મોટા રાજકોટના લોકોમેળાની શરૂઆત થઈ ગઈ છે, ત્યારે આરોગ્ય વિભાગ પણ સતર્ક થયું છે. આરોગ્ય વિભાગે ખાણીપીણીના વિવિધ સ્ટોલનું ચેકિંગ હાથ ધર્યું.
આવતીકાલે જન્માષ્ટમીનો તહેવાર છે. દર વર્ષે રાજકોટમાં સૌરાષ્ટ્રનો સૌથી મોટો લોકમેળો યોજાય છે. ત્યારે આ વર્ષે પણ સૌરાષ્ટ્રના સૌથી મોટા રાજકોટના લોકોમેળાની શરૂઆત થઈ ગઈ છે, ત્યારે આરોગ્ય વિભાગ પણ સતર્ક થયું છે. આરોગ્ય વિભાગે ખાણીપીણીના વિવિધ સ્ટોલનું ચેકિંગ હાથ ધર્યું.
આ ચેકિંગ લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થતા હોવાનું સામે આવ્યું. આરોગ્ય વિભાગની ટીમે ફરસાણ સહિતની અખાદ્ય ચીજ વસ્તુઓનો સ્થળ પર નાશ કર્યો. ફૂડ લાઈસન્સથી લઈને ખાદ્ય પદાર્થની ગુણવત્તાની ચકાસણી કરી. મકાઈ, ખીચું, સ્ટીમ ઢોકળા, ચાઈનીઝ વગેરે સ્ટોલ ધારકોનું ચેકિંગ કરાયું. તેમજ વિવિધ ખાદ્ય ચીજ વસ્તુઓના નમૂના લેવામાં આવ્યા.