‘કસૌટી ઝિંદગી કે’ માં પ્રેરણાનું પાત્ર ભજવીને દરેક ઘરમાં પોતાનું નામ બનાવનાર શ્વેતા તિવારીને કોઇ ઓળખની જરુર નથી. અભિનેત્રીએ સલમાન ખાનનો રિયાલિટી શો ‘બિગ બોસ’ જીતીને પણ નામ બનાવ્યુ. આ સિવાય રોહિત શેટ્ટીનો રિયાલિટી શો ‘ખતરો કે ખિલાડી’ માં પણ એકટ્રેસ જાેવા મળી હતી. શ્વેતા તિવારીએ ઘણા રિયાલિટી શો કર્યા છે. શ્વેતા સીરિયલમાં પણ પોતાનું ટેલેન્ટ બતાવી ચૂકી છે. હવે એકટ્રેસ ટીવીની દુનિયામાંથી વેબ સિરીઝ કરવા જઈ રહી છે.
શ્વેતા તિવારીએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી છે. જેમાં રોહિત શેટ્ટી અને શ્વેતા તિવારી છે. એકટ્રેસ દિગ્દર્શકની આગામી ફિલ્મ ‘સિંઘમ અગેન’માં જાેવા મળશે. તેમાં તે મહત્વની ભૂમિકામાં જાેવા મળશે. આ તસવીરોમાં તે ફોર્મલ લુકમાં જાેવા મળી રહી છે. શ્વેતા તિવારી માટે આ એક મોટો જેકપોટ છે, કારણ કે આ ફિલ્મમાં અજય દેવગન અને રણવીર સિંહ જેવા સ્ટાર્સ છે.
રોહિત શેટ્ટીની ફિલ્મ સિંઘમ અગેઇનના પહેલાં બે ભાગ આવી ચૂક્યાં છે. જેને દર્શકોનો ખૂબ પ્રેમ મળ્યો છે. હવે ત્રીજા પાર્ટ માટે દર્શકો ખૂબ ઉત્સાહિત છે.
મહત્વનું છેકે, રોહિત શેટ્ટીએ ‘સિંઘમ અગેન’નું શૂટિંગ શરૂ કરી દીધું છે. ૧૬ સપ્ટેમ્બરે અજય દેવગન, રોહિત શેટ્ટી અને રણવીર સિંહે મુહૂર્ત પૂજા દરમિયાન ફોટા શેર કર્યા હતા. તેની શરૂઆત મુંબઈના જ એક સ્ટુડિયોમાં થઈ રહી છે. ફેન્સમાં પણ ખૂબ જ ઉત્સાહ જાેવા મળી રહ્યો છે. અહેવાલ છે કે તે આવતા વર્ષે ૨૦૨૪ માં સ્વતંત્રતા દિવસ પર રિલીઝ થશે આ ફિલ્મ અલ્લુ અર્જુનની ‘પુષ્પા ૨’ સાથે ક્લેશ શકે છે.