Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»Gujarat»પોલીસના નાકે દમ લાવી દેનારો આરોપી ઝડપાયો નડિયાદ જેલમાંથી પેરોલ જંપ કરી ફરાર થનાર આરોપી ઝડપાયો
    Gujarat

    પોલીસના નાકે દમ લાવી દેનારો આરોપી ઝડપાયો નડિયાદ જેલમાંથી પેરોલ જંપ કરી ફરાર થનાર આરોપી ઝડપાયો

    Shukhabar DeskBy Shukhabar DeskSeptember 29, 2023No Comments3 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    શહેરમાં છેલ્લા કેટલાક સમયથી ઘરફોડ ચોરીના બનાવોમાં સતત વધારો થતો હોય શહેર પોલીસ સતત આવા ચોરોને પકડવા પોલીસ કમિશનરની સૂચનાથી પ્રયત્નશીલ છે. ત્યારે આ શખ્સને રાજકોટ એલસીબી ઝોન ૨ની ટીમે ઝડપી પાડયો છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે. ઘરફોડ ચોરી તેમજ વાહન ચોરીમાં આરોપી અજય નાયકા નડિયાદની જિલ્લા જેલમાંથી પેરોલ પર છૂટીને ફરાર થઈને મજૂરી કામ કરવા માટે રાજકોટ આવીને રહેતો હતો અને નહેરુનગર ઇન્ડસ્ટ્રીયલ એરિયાની પાછળના વિસ્તારમાં ભાડે ઓરડી રાખીને રહેતો અને ઘરફોડ ચોરીઓના ગુનાઓને અંજામ આપતો હતો. મૂળ વલસાડના આરોપીએ પેરોલ પર ફરાર થઈને ૨ વર્ષની અંદર રાજકોટ શહેરના ૧૫ સહિત અલગ અલગ જિલ્લામાં મળીને કુલ ૨૯ જેટલા ગુનાઓને અંજામ આપ્યો છે.

    રાજકોટ એલસીબીને આ શખ્સની બાતમી મળતા રાજકોટ ખાતે તે જ્યાં રહેતો હતો ત્યાં પોલીસ જઈને પહોંચતા આરોપી ત્યાંથી ફરાર થઈ ગયો હતો.ઓરડીના માલિકે ઓરડી બહાર લગાવેલા સીસીટીવી ચેક કરતા આરોપીનો ચહેરો તેમાં દેખાયો હતો.તેના આધારે પોલીસે આ શખ્સને ઝડપી પાડયો હતો.

    આરોપીએ પોણા ૨ વર્ષ પહેલાં માલધારી ફાટક પાસે આવેલી પાર્થ એન્ટરપ્રાઇઝ નામની દુકાનમાંથી મોડી રાત્રે ટેબલના ખાનામાંથી ૧ લાખ ૪૦ હજાર રોકડા, આ જ વિસ્તારમાં સંજય ઓટો મોબાઇલ નામની દુકાનમાંથી ૩૫ હજાર રોકડની ચોરી, આ ઉપરાંત ગોંડલ રોડ પર આવેલા બુલેટના શો રૂમમાંથી ૪ લાખ ૭૬ હજાર જેટલી રોકડની ચોરીને અંજામ આપ્યો હતો. આ ચોર શખ્સે આવી જ રીતે રાજકોટ શહેરમાં ૧૫ જેટલી ચોરીઓને અંજામ આપી પોલીસ માટે પડકારરૂપ બન્યો હતો.

    આ ઘરફોડ ચોરની મોડેસ ઓપરેન્ડીની વાત કરીએ તો આ શખ્સ નડિયાદ જિલ્લા જેલમાંથી ફરાર થઈને રાજકોટ આવીને ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં પોતે પરપ્રાંતિય હોવાની ઓળખ આપી ઓરડી ભાડે રાખીને રહેતો હતો અને પોતે રાતપાળી કરે છે તેવું જણાવીને સાયકલ લઈને રાતે ચોરી કરવા માટે નીકળી જતો.જ્યાં ચોરી કરવી હોય તે જગ્યાની બરોબર રેકી કરતો હતો. મોકો મળ્યે પોતાનો પહેરવેશ બદલીને પોતાનો ચહેરો ના દેખાય તે રીતે છૂપી રીતે પોતાની પાસે રહેલા ડિસમિસ અને ગ્રાઇન્ડીંગ મશીન રાખી તિજાેરીઓ તથા બારી દરવાજા તોડીને રોકડા રૂપિયાની ચોરી કરી લેતો હતો અને તે દુકાન અથવા શો રૂમના સીસીટીવીનું ડ્ઢફઇ ખાસ પોતાની સાથે લઈ જતો હતો. જેથી આ આરોપી પકડાઈ નહોતો રહ્યો અને પોલીસ માટે પડકાર બન્યો હતો.

    રાજકોટ એલસીબીએ પણ આ આરોપીને ઝડપી પડવાનું નક્કી જ કરી લીધું હોય એમ આઇ વે પ્રોજેક્ટના કેમેરા, કમાન્ડ એન્ડ કન્ટ્રોલના કેમેરા અન્ય સીસીટીવી તેમજ હ્યુમન સોર્સના આધારે આરોપીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા. આખરે આ આરોપી સુરત જિલ્લાના ઉમરપાડામાં હોવાની પોલીસને પાક્કી બાતમી મળતા એલસીબી ઝોન ૨ની ટીમે તાત્કાલિક ઉમરપાડા પહોંચી અજય નાયકા નામના આરોપીને ઝડપી પાડયો છે.આ આરોપીએ પેરોલ જંપ કરીને રાજકોટ શહેરની ૧૫ સહિત અલગ અલગ જિલ્લાના ૨૯ જેટલા ગુનાઓને અંજામ આપ્યો હતો.આખરે આ આરોપીને પોલીસે ઝડપીને જેલ હવાલે કર્યો છે.ત્યારે એક વાત નક્કી છે કે કોર્ટ આરોપીને કેટલી સજા હવે આપે છે તે તો કોર્ટ નક્કી કરશે પરંતુ તે હવે પેરોલ પર ક્યારેય છૂટશે નહિ તે વાત નક્કી લાગી રહી છે.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

    Related Posts

    Indian cricketer રવિન્દ્ર જાડેજા BJP માં જોડાયા.

    September 5, 2024

    TRAI: ટેલીમાર્કેટિંગ કંપનીઓ સામે મોટી કાર્યવાહી, 50 બ્લેકલિસ્ટ, 8 લાખ ફરિયાદો મળી

    September 3, 2024

    Gujarat: મોરબીમાં NH 27 વાહનવ્યવહાર માટે ફરીથી ખોલવામાં આવ્યો.

    August 30, 2024
    Facebook X (Twitter) Instagram Pinterest
    • Gujarati News
    © 2025 ShuKhabar. Designed by : ePaper Solution

    Type above and press Enter to search. Press Esc to cancel.