Tesla કારની સરળ ખરીદી, હવે તમે દેશમાં ગમે ત્યાંથી કાર ખરીદી શકો છો
Tesla: ટેસ્લાની ઇલેક્ટ્રિક કાર હવે સમગ્ર દેશમાં કોઈ પણ જગ્યેથી ખરીદી શકાય છે. કંપનીએ ઓલ ઈન્ડિયા બુકિંગ શરૂ કરી છે. પહેલા ટેસ્લા ચોક્કસ શહેરોમાં જ બુકિંગ શરૂ કરતું હતું.
Tesla: ભારતમાં શરૂઆતના થોડા દિવસો બાદ અમેરિકન ઈલેક્ટ્રિક કાર કંપની ટેસ્લાએ મોટું એલાન કર્યું છે. હવે ટેસ્લાની ઈલેક્ટ્રિક કારને આખા ભારતમાંથી કોઈ પણ જગ્યેથી ઓનલાઇન બુક કરી શકાય છે. ટેસ્લાએ આ જાહેરાત X પર કરી. 15 જુલાઇએ ભારતમાં લૉન્ચ થનાર ટેસ્લાએ શરૂઆતમાં દિલ્હી, મુંબઈ, ગુરુગ્રામ અને પુણે જેવા શહેરોમાં બુકિંગ શરૂ કરી હતી. જોકે હવે સમગ્ર દેશમાં ક્યાંયથી પણ 22,000 રૂપિયાના ટોકન સાથે તેને બુક કરી શકાય છે.
ટેસ્લાએ X પર જણાવ્યું કે હવે ભારતમાં કોઈ પણ વ્યક્તિ તેમની વેબસાઇટ પર સીધા ઓર્ડર કરી શકે છે. ટેસ્લા અનુસાર ઈલેક્ટ્રિક કારની બુકિંગ ઑક્ટોબરથી ડિસેમ્બર વચ્ચે શરૂ થઈ શકે છે, પરંતુ કોઈ ચોક્કસ તારીખ જાહેર કરવામાં આવી નથી. ઇચ્છુક ગ્રાહક ટેસ્લા Model-Y ને માત્ર 22,000 રૂપિયામાં બુક કરી શકે છે, આ રકમ નોન-રીફંડેબલ છે. બુકિંગ કર્યા પછી એક સપ્તાહમાં વધુ 3 લાખ રૂપિયા ભરવા પડશે.
ટેસ્લા કારની રેન્જ અને કિંમત (ભારત માટે)
ભારતમાં ટેસ્લાએ પોતાનો મોડલ-Y EVના બે વેરિઅન્ટ્સ લોન્ચ કર્યા છે:
-
લૉન્ગ રેન્જ રિયર-વીલ ડ્રાઇવ (RWD): કિંમત 59.89 લાખ રૂપિયા (એક્સ-શોરૂમ), રેન્જ 574 કિલોમીટર
-
લૉન્ગ રેન્જ ઓલ-વીલ ડ્રાઇવ (AWD): કિંમત 67.89 લાખ રૂપિયા, રેન્જ 527 કિલોમીટર
હાલમાં ભારતમાં ટેસ્લાની તમામ કારો સંપૂર્ણ રીતે CBU (કમ્પ્લીટલી બિલ્ટ યુનિટ) તરીકે આયાત કરવામાં આવશે, કારણ કે ટેસ્લા હજી સુધી ભારતમાં મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ ખોલવાની યોજના બનાવતી નથી. પણ કંપની દિલ્હીના એરોસિટી વિસ્તારમાં એક નવા શોરૂમ ખોલવાની યોજના પર કામ કરી રહી છે.
ટેસ્લા મોડલ-Y ની વિશેષતાઓ
-
15 ઇંચની હોરીઝોન્ટલ ટચસ્ક્રીન દ્વારા સંપૂર્ણ કારનું નિયંત્રણ
-
ડેશબોર્ડ પર કોઈ ફિઝિકલ બટન કે ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર નથી
-
પેનોરામિક ગ્લાસ રૂફ
-
પ્રીમિયમ સાઉન્ડ સિસ્ટમ
-
બેઝિક ઓટોપાઇલટ
-
વાયરલેસ સોફ્ટવેર અપડેટ
-
રિયલ-ટાઇમ નૅવિગેશન ડેટા
-
આ કારમાં એન્ડ્રોઇડ ઓટો અને એપલ કારપ્લે સપોર્ટ નથી