Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»Gujarat»કતારગામ ખાતે શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનશેરિયાના અધ્યક્ષસ્થાને શિક્ષક દિન ‘પર્વત્રયી’ કાર્યક્રમ યોજાયો
    Gujarat

    કતારગામ ખાતે શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનશેરિયાના અધ્યક્ષસ્થાને શિક્ષક દિન ‘પર્વત્રયી’ કાર્યક્રમ યોજાયો

    Shukhabar DeskBy Shukhabar DeskSeptember 3, 2023No Comments3 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    શિક્ષણ રાજ્યમંત્રીશ્રી પ્રફુલભાઈ પાનશેરિયાના અધ્યક્ષસ્થાને વિદ્યાદીપ યુનિવર્સિટી, લાઈફ મોલ્ડીંગ એકેડેમી અને માતૃશ્રી દવલબેન આર. મુંજાણી ફાઉન્ડેશન ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે કતારગામ, આંબાતલાવડી સ્થિત રામકૃષ્ણ હોલ ખાતે શિક્ષક દિન ‘પર્વત્રયી’ કાર્યક્રમ યોજાયો હતો. શિક્ષણમંત્રીશ્રીના હસ્તે સ્વામી વિવેકાનંદ વ્યાખ્યાનમાળામાં જોડાયેલી શાળાઓને રૂ.૩.૨૦ લાખનો ચેક અર્પણ અને જિલ્લા પંચાયત સંચાલિત શાળાઓમાં ૫૦૦ જેટલી ફર્સ્ટ-એડ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રંસગે શિક્ષણ રાજ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, સ્વામી વિવેકાનંદ એ એક વિચાર અને તેજસ્વી આત્માની વાણી છે. એમનું આદર્શ જીવન સૌ માટે પ્રેરણાસ્ત્રોત છે. તેમના આદર્શ વિચારોને અનુસરવાથી ૧૦૦ % સિધ્ધિ અવશ્ય પ્રાપ્ત થશે. અમેરિકાની ધરતી પર સ્વામી વિવેકાનંદે ભારતીય સંસ્કૃતિના અદ્દભુત વારસાથી વિદેશીઓને અવગત કરાવ્યા હતા. વિવકાનંદજી કહેતા કે, સત્યના સિદ્ધાંત ક્યારેય જુદા નહિ પડે, આજે નહિ તો કાલે સત્યનો વિજય થ મંત્રીશ્રીએ વિદ્યાર્થીઓને ડિગ્રી મેળવવાની હોડમાં સંસ્કારો પણ મેળવવાની શીખ આપતા કહ્યું કે, સંસ્કારી સમાજનું નિર્માણ નવી પેઢીના સંસ્કારી વિચારો અને વર્તનવ્યવહારથી થશે. ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ટેકનોલોજીના વિકાસની સાથે યુવાનોમાં સંસ્કાર વારસો હોવો પણ ખૂબ જરૂરી છે. બાળકોમાં વાંચનની વૃત્તિ ઘટવા લાગી છે, જેથી વિચારવાની શક્તિ પણ ઘટી છે.

    એક વ્યક્તિ પોતાના પેટ માટે મજૂરી કરવા સાયકલ ચલાવે છે, ત્યારે બીજી તરફ ધનવાન વ્યક્તિ પોતાનું પેટ ઓછું કરવા માટે સાયકલ ચલાવે છે, જેથી યોગ્ય જીવન જીવવા અને સ્વાસ્થ્ય જાળવણી માટે સાયકલ જેવી નાની બાબતો પણ મોટું મહત્વ ધરાવે છે એમ તેમણે જણાવ્યું હતું. સુરતના કતારગામથી નવા આયામ અને પ્રયોગ સ્વરૂપે વિદ્યાર્થીઓ તેજસ્વી બને એ માટે ૫ વર્ષ માટે સ્વામી વિવેકાનંદ વ્યાખ્યાનમાળા યોજવામાં આવી રહી છે, જે સરાહનીય અને પ્રેરક પગલું છે એમ જણાવી મંત્રીશ્રીએ ઉમેર્યું કે, વાયુ અને પાણી પ્રદુષિત થવાની સાથે વિચારો પણ પ્રદુષિત થયા છે, એ પ્રદૂષણને દૂર કરવા માટે સ્વામી વિવેકાનંદના વિચારો અતિ ઉપયોગી છે. વ્યાખ્યાનમાળાના માધ્યમથી વિવેકાનંદજીના વિચારો સેંકડો ઘર સુધી, વિદ્યાર્થીઓ, શિક્ષકો સુધી પહોંચશે. જેથી વિદ્યાર્થીઓમાં રાષ્ટ્ર નિર્માણની ભાવના પ્રબળ બનશે .તેજસ્વીતા અને પરાક્રમી વૃત્તિથી યુવાનો રાષ્ટ્રવિકાસના પ્રજ્વલિત યજ્ઞમાં આહૂતિ આપે એવી હાંકલ કરતા મંત્રીશ્રીએ આ પ્રસંગે શ્રી રામકૃષ્ણ આશ્રમ, રાજકોટના શ્રી નિખિલેશ્વરનંદ સ્વામીએ જણાવ્યું કે, ભારતની નવી પેઢીના ઘડતરની જવાબદારી શિક્ષકો પાસે છે. સુરતથી સ્વામી વિવેકાનંદ વ્યાખ્યાનમાળાનો શુભારંભ થઈ રહ્યો છે, ત્યારે જો આ પ્રયોગથી સુરતની સૂરત બદલાશે તો બાકીના શહેરો પણ પોતાની વૈચારિક સૂરત બદલવા માટે આ અભિગમને અપનાવશે.

    વિવેકાનંદજીના વિચારોથી એક વૈચારિક ક્રાંતિનો જન્મ થશ . સ્વામી વિવેકાનંદજી કહેતા કે, પોતાની આધ્યાત્મિક શક્તિ દ્વારા ભારત સમસ્ત વિશ્વ પર વિજયધ્વજ લહેરાવશે. વર્ષ ૨૦૧૪માં વડાપ્રધાનશ્રીના યુનાઈટેડ નેશનમાં પ્રસ્થાવના કારણે તા.૨૧ જૂનને વિશ્વ યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. માત્ર ત્રણ મહિનામાં યુનાઈટેડ નેશન દ્વારા આ પ્રસ્થાવ પાસ કરાયો હતો. ૧૯૮ દેશોમાંથી ૧૭૮ દેશોના પ્રતિનિધિઓ હાજર હતા,જેમાંથી એક દેશે વિરોધ નોંધાવ્યો ન હતો એ આપણી અપ્રતિમ સિદ્ધિ કહી શકાય એમ શ્રી નિખિલેશ્વરનંદ સ્વામીએ કહ્યું હતું. વધુમાં તેમણે જણાવ્યું કે, આપણા સપનાના ભારતને બનાવવા માટે પહેલાં તમામ ભારતીયોએ સારા, સંસ્કારી અને સક્ષમ બનવું પડશે. રાષ્ટ્રની પ્રગતિ માટે ચારિત્ર્ય અને સંસ્કારો પણ ખૂબ જરૂરી છે. માતા પિતા, સમાજ અને શિક્ષકો પાસેથી મળેલા સંસ્કાર, વિશ્વ અને દેશમાં પરિવર્તન લાવી શકે છે. આ પ્રસંગે પદ્મશ્રી યઝદી કરંજીયા, વિદ્યાદીપ યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ જયંતિભાઈ પટેલ, નર્મદ યુનિ.ના કુલપતિ ડો.કે.એન. ચાવડા, લાઈફ મોલ્ડિંગ એકેડમીના ડૉ. સંજયભાઈ ડુંગરાણી, મુંજાણી ટ્રસ્ટના ચેરમેન મોહનભાઈ મુંજાણી, દિનકરભાઈ નાયક, સવજીભાઈ હુણ, શાળાના આાર્યશ્રીઓ અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હ

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

    Related Posts

    Investment-based Golden Visa:વિદેશમાં રહેવા માટે વિઝા

    July 8, 2025

    Heavy rainfall in India:નાસિક ધોધમાં પ્રવાસી

    July 8, 2025

    Language controversy:બધી ભાષાઓ રાષ્ટ્રીય ભાષા

    July 7, 2025
    Facebook X (Twitter) Instagram Pinterest
    • Gujarati News
    © 2025 ShuKhabar. Designed by : ePaper Solution

    Type above and press Enter to search. Press Esc to cancel.