Tax
Tax Evasion: સરકાર કરચોરી રોકવા માટે ગમે તેટલા પ્રયત્નો કરે, છતાં જે લોકો તે કરે છે તેઓ પોતાની આદતો છોડતા નથી. સોમવારે જાહેર થયેલા આંકડાઓ દ્વારા આ વાતનો સંકેત મળે છે. હકીકતમાં, સેન્ટ્રલ જીએસટી અધિકારીઓએ એપ્રિલ-ડિસેમ્બર 2024 દરમિયાન રૂ. 1.88 લાખ કરોડથી વધુની જીએસટી ચોરી શોધી કાઢી છે. પીટીઆઈના સમાચાર મુજબ, નાણા રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ સોમવારે લોકસભામાં આ માહિતી આપી.
એપ્રિલ અને ડિસેમ્બર વચ્ચે 72,393 કેસોમાં ITC છેતરપિંડી સહિત GST ચોરી રૂ. 1.88 લાખ કરોડની રહી. આ સમયગાળા દરમિયાન, ૧૩૨ ધરપકડ કરવામાં આવી હતી અને ૨૦,૧૨૮ કરોડ રૂપિયા વસૂલ કરવામાં આવ્યા હતા. નાણાકીય વર્ષ 2023-24માં, CGST અધિકારીઓએ 20,582 કેસોમાં 2.30 લાખ કરોડ રૂપિયાની GST ચોરી શોધી કાઢી હતી. ૩૧,૭૫૮ કરોડ રૂપિયા વસૂલ કરવામાં આવ્યા હતા અને ૨૨૩ લોકોની ધરપકડ કરવામાં આવી હતી. ૨૦૨૨-૨૩ અને ૨૦૨૧-૨૨માં, CGST અધિકારીઓએ અનુક્રમે ૧.૩૨ લાખ કરોડ રૂપિયા અને ૭૩,૨૩૮ કરોડ રૂપિયાની GST ચોરી શોધી કાઢી હતી.