તાજેતરમાં સુપ્રીમ કોર્ટે સમલૈંગિક વિવાહ પર ચુકાદો આપ્યો હતો. જેમાં સુપ્રીમ દ્વારા સમલૈંગિક વિવાહને લઇ અસહમતી સાધવામાં આવી હતી. એવામાં આ મામલે ચીફ જસ્ટિસ ઑફ ઈન્ડિયા (સીજેઆઈ) ડીવાયચંદ્રચુડનું એક નિવેદન સામે આવ્યું છે. સીજેઆઈચંદ્રચુડે જ્યોર્જટાઉન યુનિવર્સિટી લો સેન્ટર, વોશિંગ્ટન ડીસી અને સોસાયટી ફોર ડેમોક્રેટિક રાઈટ્સ (એસડીઆર), નવી દિલ્હી દ્વારા બંધારણીય કાયદાની ચર્ચામાં આ વાત કહી હતી. આ કાર્યક્રમમાં, મુખ્ય ન્યાયાધીશે કહ્યું કે, બંધારણીય મહત્વના મુદ્દાઓ પર આપવામાં આવેલા ર્નિણયો ઘણીવાર “અંતરાત્માનો અવાજ” હોય છે અને તે સમલૈંગિક લગ્નના કેસમાં તેમના લઘુમતી ર્નિણયને સમર્થન મળ્યું છે.
સમલૈંગિક વિવાહ પર વાત કરતા ડીવાયચંદ્રચુડે કહ્યું કે, કેટલાક ર્નિણયો તમારા અંતરાત્મા અને બંધારણનો મત હોય છે અને મેં જે કહ્યું તેના પર હું કાયમ છું. તેમના ર્નિણયને સમજાવતા, સીજેઆઈએ કહ્યું, “હું મારા ર્નિણય સાથે લઘુમતીમાં હતો જ્યાં હું માનતો હતો કે તે સમલિંગી યુગલો દત્તક લઈ શકે છે પરંતુ મારા ત્રણ સાથીઓએ આ ર્નિણયથી અસંમત હતા તેમના મુજબ સમલૈંગિક યુગલોને દત્તક લેવાની મંજૂરી ન આપવી એ ભેદભાવપૂર્ણ છે પરંતુ તે સંસદે નક્કી કરવાનું છે.
જ્યારે સીજેઆઈઅને જસ્ટિસ એસકે કૌલ સમલૈંગિક સંબંધોને માન્યતા આપવાની તરફેણમાં હતા, ત્યારે બેન્ચના બાકીના ત્રણ ન્યાયાધીશોનો અલગ મત હતો. સુપ્રીમ કોર્ટે ૧૭ ઓક્ટોબરે પોતાના ર્નિણયમાં દેશમાં સમલૈંગિક લગ્નને કાયદાકીય માન્યતા આપવાનો ઈન્કાર કરી દીધો હતો. પાંચ ન્યાયાધીશોની બંધારણીય બેન્ચે સર્વસંમતિથી ર્નિણય આપતા કહ્યું કે, લગ્ન એ મૂળભૂત અધિકાર નથી. સર્વોચ્ચ અદાલતે કહ્યું કે, સમલૈંગિક વિવાહના કાયદા સાથે સંબંધિત ર્નિણય સંસદ પર મૂકવામાં આવ્યો હતો.