કરીના કપૂરના બ્રાઇડલ લૂકના ફોટાએ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી દીધી છે. તસવીરોમાં અભિનેત્રીએ પીળા, ગોલ્ડન અને ચિકંકરી વર્કના કોમ્બિનેશન સાથે લહેંગા ચોલી પહેરી છે. જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે. આ કિલર લુકમાં કરીના કેમેરા સામે એવા કિલર પોઝ આપી રહી છે કે ચાહકો તેના ચહેરા પરથી નજર હટાવી શકતા નથી. હવે કરીનાની આ તસવીર જ જુઓ. આમાં, કરીનાએ તેના માથા પર પલ્લુ, તેના કપાળ પર એક મોટી બિંદી અને તેના ગળામાં વિવિધ રંગના પથ્થરો સાથેનો ભારે ગળાનો હાર પહેર્યો છે. હવે અભિનેત્રીનો આ ફોટો જ જુઓ.
આમાં કરીના ઘૂંઘટમાં છે અને તેની આંખો નીચેની તરફ છે. આ ફોટો જાેઈને લાગે છે કે નવપરિણીત દુલ્હન શરમ અનુભવી રહી છે. કરીનાએ આ ચળકતી લાલ સાડી સાથે ટ્યુબ સ્ટાઈલનું બ્લાઉઝ પહેર્યું હતું અને તેના વાળને બનમાં બાંધ્યા હતા. આ સાથે તેણે તેના ગળામાં મરૂન કલરનો સ્ટોન વર્કવાળો નેકલેસ પહેર્યો હતો. કરીના કપૂરે પોતાના બ્રાઈડલ લૂકના ફોટો ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યા છે. કરીના કપૂરે આ ફોટા શેર કરતાની સાથે જ ચાહકોએ તેના લુકના વખાણ કરવાનું શરૂ કરી દીધું હતું. તમને જણાવી દઈએ કે, કરીના છેલ્લે ફિલ્મ ‘જાને જાન’માં જાેવા મળી હતી જેમાં જયદીપ અહલાવત અને વિજય વર્મા લીડ રોલમાં હતા. આ ફિલ્મ નેટફ્લિક્સ પર રિલીઝ કરવામાં આવી હતી. આ સાથે, આ કરીનાનું OTT પર ડેબ્યુ હતું.