બિહારના નાલંદા જિલ્લાના નગર પંચાયત વિસ્તારના બોલવેલમાં પડેલા ચાર વર્ષના બાળકને લગભગ આઠ કલાકની મહેનત બાદ સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યું છે. અધિકારીઓએ આ માહિતી આપી હતી. તેણે જણાવ્યું કે બચાવી લેવામાં આવેલા બાળકનું નામ શિવમ કુમાર છે અને તે વોર્ડ નંબર-૧૭ના રહેવાસી ડોમન માઝીનો પુત્ર છે. જ્યારે બાળક બોરવેલમાંથી સુરક્ષિત રીતે બહાર આવ્યું ત્યારે તેની માતાએ ખુશી વ્યક્ત કરી અને કહ્યું, ‘અચ્છા લગ રહા હૈ કી હમાર બીટવા નિકાલ ગઇલ (સારું લાગે છે કે અમારું બાળક નીકળી ગયું)’ રવિવારે સવારે રમતી વખતે શિવમ લગભગ ૫૦ ફૂટ ઊંડા બોરવેલમાં પડી ગયો હતો. જિલ્લા મેજિસ્ટ્રેટ શશાંક શુભંકર પોતે ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને શુભમ પોતે ઘટનાસ્થળે હાજર રહીને બચાવ કામગીરી પર નજર રાખી રહ્યા હતા.
તેમણે જણાવ્યું કે બોરવેલમાં લગભગ ૫૦ ફૂટની ઊંડાઈએ ફસાયેલા બાળકને બચાવવા માટે નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (દ્ગડ્ઢઇહ્લ) અને સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સની ટીમો પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. અધિકારીઓએ જણાવ્યું કે છ-સાત જેસીબીની મદદથી બોરવેલની બાજુમાં ખોદકામ કરવામાં આવ્યું હતું. તેમણે જણાવ્યું કે રેસ્ક્યુ ઓપરેશન દરમિયાન બોરવેલમાં ફસાયેલા બાળકને ઓક્સિજન પહોંચાડવામાં આવ્યો હતો અને સીસીટીવી દ્વારા તેની દેખરેખ રાખવામાં આવી હતી. અગાઉ એનડીઆરએફના સહાયક કમાન્ડર જયપ્રકાશ પ્રસાદે જણાવ્યું હતું કે બચાવ કાર્યમાં કોઈ મુશ્કેલી નથી. અધિકારીઓએ જણાવ્યું કે બાળકને બોલવેલમાંથી બહાર કાઢીને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો છે.