Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»India»સપ્તાહના અંતિમ કારોબારી દિવસે શેરબજારમાં કડાકો સેન્સેક્સમાં ૧૦૭ અને નિફ્ટીમાં ૧૪ પોઈન્ટનો ઘટાડો જાેવા મળ્યો
    India

    સપ્તાહના અંતિમ કારોબારી દિવસે શેરબજારમાં કડાકો સેન્સેક્સમાં ૧૦૭ અને નિફ્ટીમાં ૧૪ પોઈન્ટનો ઘટાડો જાેવા મળ્યો

    Shukhabar DeskBy Shukhabar DeskJuly 28, 2023No Comments2 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    સપ્તાહના અંતિમ કારોબારી દિવસે પણ ભારતીય શેરબજાર ઘટાડા સાથે બંધ થયું છે. ગુરુવારે પણ સેન્સેક્સમાં ૪૪૦ પોઇન્ટનો ઘટાડો થયો હતો. આજે દિવસની શરૂઆત ઘટાડા સાથે થઈ હતી અને દિવસભર આ ટ્રેન્ડ જળવાઈ રહ્યો હતો. આજે ઘટાડા બાદ બીએસઈ માર્કેટ કેપ ૩૦૪.૧૦ લાખ કરોડ થયું છે. જે ગઈકાલના કારોબારી દિવસના અંતે ૩૦૩.૫૯ લાખ કરોડ રૂપિયા હતું. ભારતીય શેરબજારનો સૂચકાંક સેન્સેક્સ આજે ૧૦૬.૬૨ પોઇન્ટના ઘટાડા સાથે ૬૬,૧૬૦.૨૦ પોઇન્ટ અને નિફ્ટી ૧૩.૮૫ પોઇન્ટ ઘટીને ૧૯,૬૪૬.૦૫ પોઇન્ટ પર બંધ રહ્યા હતા. બેંક નિફ્ટી ૨૧૧.૨૦ પોઇન્ટના ઘટાડા સાથે ૪૫,૪૬૮.૧૦ પોઇન્ટ પર બંધ રહી. છેલ્લા કારોબારી દિવસે ભારતીય શેરબજાર ફરીથી પ્રોફિટ બુકિંગના કારણે ઘટાડા સાથે બંધ થયું હતું. બેન્કિંગ અને આઈટી શેરોમાં પ્રોફિટ બુકિંગના કારણે માર્કેટમાં આ ઘટાડો જાેવા મળ્યો છે. જાે કે મિડ કેપ અને એફએમસીજી સેક્ટરના શેરોમાં ખરીદારી જાેવા મળી. આજના કારોબારમાં બેન્કિંગ, ઓટો, આઈટી સેક્ટરના શેરો વધીને બંધ થયા હતા. જ્યારે ફાર્મા, મેટલ્સ, એનર્જી, એફએમસીજી, મીડિયા, રિયલ એસ્ટેટ, કન્જ્યુર ડ્યુરેબલ્સ, હેલ્થકેર, ઓઈલ અને ગેસ સેક્ટરના શેરોમાં ખરીદારી જાેવા મળી હતી. મિડકેપ અને સ્મોલકેપ શેરો ઉછાળા સાથે બંધ થયા હતા. સેન્સેક્સના ૩૦ શેરોમાંથી ૧૬ વધ્યા અને ૧૪ નુકસાન સાથે બંધ થયા. જ્યારે નિફ્ટીના ૫૦ શેરોમાંથી ૨૯ શેર વધીને અને ૨૧ ઘટીને બંધ રહ્યા હતા.

    આજે ૧૧૭૪ શેર વધ્યા, ૧૬૪૧ શેર ઘટ્યા અને ૧૬૩ શેર ઘટ્યા હતા. બજાજ ફિનસર્વ, એચડીએફસી બેંક, બીપીસીએલ, ટાટા મોટર્સ અને એચસીએલ ટેકનોલોજી આજે નિફ્ટીના ટોચના ઘટનારા શેર્સ હતા, જ્યારે એનટીપીસી, પાવર ગ્રિડ કોર્પોરેશન, અપોલો હોસ્પિટલ્સ, અદાણી એન્ટરપ્રાઇઝ અને મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ટોચના વધનારા શેર્સ હતા. પાવર અને રિયલ્ટી સેક્ટર ૨ ટકા વધ્યા, જ્યારે મેટલ, કેપિટલ ગુડ્‌સ અને હેલ્થકેર સેક્ટરના શેર ૦.૪ ટકા સુધી વધ્યા હતા. જ્યારે બેંકિંગ, ઓઈલ એન્ડ ગેસ, ઈન્ફોર્મેશન એન્ડ ટેક્નોલોજીના શેર્સમાં વેચવાલી જાેવા મળી હતી. બીએસઈ મિડકેપ અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૫ ટકા વધ્યા હતા.
    શેરબજારમાં ઘટાડો થયો હોવા છતાં રોકાણકારોની સંપત્તિમાં તેજી આવી છે. બીએસઈપર લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ વધીને રૂ. ૩૦૪.૧૦ લાખ કરોડ થયું છે. જે ગુરુવારના સત્રમાં રૂ. ૩૦૩.૫૯ લાખ કરોડ હતું. આજના સત્રમાં રોકાણકારોની સંપત્તિમાં ૫૧૦૦૦ કરોડ રૂપિયાનો વધારો થયો છે. આજે સેન્સેક્સ ૧૩૬.૫૫ પોઈન્ટ ઘટીને ૬૬,૧૩૦.૨૭ પર અને નિફ્ટી ૩૫.૧૦ પોઈન્ટ ઘટીને ૧૯,૬૨૪.૮૦ પર ખુલ્યા હતા.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

    Related Posts

    Jammu Police દ્વારા હેલ્પલાઈન નંબર જાહેર, લોકોને સતર્ક રહેવાની અપીલ

    May 10, 2025

    Indian Army Press Conference: કર્નલ સોફિયાએ MEA પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું- PAK દ્વારા કરવામાં આવેલા બધા હુમલા નિષ્ફળ ગયા

    May 10, 2025

    PIB fact check: પાકિસ્તાને ભારતીય પાયલટને પકડ્યો? ફાઈટર જેટ ક્રેશ થયો? PAКના 3 દાવાઓ, PIB ફેક્ટ ચેક દ્વારા પોલ ખોલી

    May 10, 2025
    Facebook X (Twitter) Instagram Pinterest
    • Gujarati News
    © 2025 ShuKhabar. Designed by : ePaper Solution

    Type above and press Enter to search. Press Esc to cancel.