Stock markets open: ભારતીય શેર બજારની શરૂઆત આજે ગેપ અપ ઓપનિંગ સાથે થઈ છે. ગઈકાલે રામ નવમી નિમિત્તે શેરબજાર બંધ રહ્યું હતું અને એક દિવસની રજા બાદ બજાર તેજી સાથે વેપાર માટે ખુલ્યું હતું.
બજાર કયા સ્તરે ખુલ્યું.
બજારની શરૂઆતની સાથે જ BSE સેન્સેક્સ 239.42 પોઈન્ટ અથવા 0.33 ટકાના વધારા સાથે 73,183 ના સ્તર પર ખુલ્યો હતો. NSE નો નિફ્ટી 64.45 પોઈન્ટ અથવા 0.29 ટકા વધીને 22,212 ના સ્તર પર ખુલ્યો.
સેન્સેક્સ શેરોની સ્થિતિ
BSE સેન્સેક્સના 30 શેરોમાંથી 22 શેરો ઉછાળા સાથે ટ્રેડ થઈ રહ્યા છે જ્યારે 8 શેરો ઘટાડા સાથે ટ્રેડ થઈ રહ્યા છે. સેન્સેક્સના ટોપ ગેઇનર્સમાં પાવર ગ્રીડ, M&M, Infosys, TCS, L&T, વિપ્રોના શેર મહત્તમ લાભ સાથે ટ્રેડ થઈ રહ્યા છે અને ઘટી રહેલા શેરોમાં HCL ટેક, નેસ્લે, NPC, એક્સિસ બેન્ક અને ટેક મહિન્દ્રાના શેર જોવા મળે છે.
નિફ્ટી શેરનું ચિત્ર
નિફ્ટીના 50માંથી 36 શેરોમાં ઉછાળો જોવા મળી રહ્યો છે અને 14 શેરોમાં મજબૂતી જોવા મળી રહી છે. સૌથી વધુ ઉછાળો HDFC લાઇફ, BPCL, અદાણી પોર્ટ્સ, પાવરગ્રીડ, હિન્દાલ્કોના શેરમાં જોવા મળી રહ્યો છે. ઘટતા શેરોમાં HCL ટેલ અપોલો હોસ્પિટલ, NTPC, ટેક મહિન્દ્રા અને નેસ્લેના નામ સામેલ છે.
