સેન્સેક્સ 200 પોઈન્ટ વધ્યો, રોકાણકારોનો વિશ્વાસ અકબંધ
ભારતીય શેરબજાર સોમવારે સપ્તાહના પહેલા ટ્રેડિંગ દિવસે મજબૂત રીતે ખુલ્યું. BSE સેન્સેક્સ 201 પોઈન્ટ વધ્યો, જ્યારે NSE નિફ્ટી 50 પણ 24,800 ની ઉપર ટ્રેડ કરી રહ્યો છે. GST સુધારા અને સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો (DII) દ્વારા મજબૂત ખરીદીએ બજારને ટેકો આપ્યો છે. જોકે, રાષ્ટ્રપતિ ટ્રમ્પની ટેરિફ નીતિ અંગેની અનિશ્ચિતતા હજુ પણ રોકાણકારોને સાવચેત રાખે છે.
are
ક્ષેત્રીય અને શેરબજારની ગતિવિધિ
દલાલ સ્ટ્રીટ પર મોટાભાગના શેર લીલા રંગમાં ટ્રેડ કરી રહ્યા છે. ટાટા સ્ટીલ લગભગ 2% વધ્યો છે, જ્યારે સ્વિગીનો શેર 3% વધ્યો છે.
એશિયન બજારો પણ મજબૂતી બતાવી રહ્યા છે. જાપાનના પીએમ શિગેરુ ઇશિબાના રાજીનામા અને GDP ડેટા પહેલા રોકાણકારોની ખરીદી મજબૂત રહી. આને કારણે, દક્ષિણ કોરિયાનો કોસ્પી 0.21% અને જાપાનનો નિક્કી 225 ઇન્ડેક્સ 1.7% ઉપર ટ્રેડ કરી રહ્યો છે.
યુએસ બજારની સ્થિતિ
યુએસ બજારોમાં નબળાઈ જોવા મળી. ડાઉ જોન્સ 0.48%, S&P 500 0.32% અને Nasdaq Composite 0.03% ઘટ્યો.
ગયા સપ્તાહનું પ્રદર્શન
ગયા સપ્તાહે શુક્રવારે ભારતીય શેરબજાર ફ્લેટ બંધ થયા. IT અને FMCG શેરો દબાણ હેઠળ હતા. BSE સેન્સેક્સ 300 પોઈન્ટના વધારા સાથે 81,012 પર ખુલ્યો, પરંતુ અંતે 7 પોઈન્ટ ઘટીને 80,711 પર બંધ થયો. તે જ સમયે, નિફ્ટી 24,819 પર ખુલ્યો અને થોડો વધારો સાથે 24,741 પર બંધ થયો.
