Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»Cricket»હોટેલ દ્વારા તૈયાર કરવામાં આવ્યું સ્પેશિયલ મેનુ પાકિસ્તાનની ટીમને ગુજરાતી થાળી અને પાત્રા પિરસાશે
    Cricket

    હોટેલ દ્વારા તૈયાર કરવામાં આવ્યું સ્પેશિયલ મેનુ પાકિસ્તાનની ટીમને ગુજરાતી થાળી અને પાત્રા પિરસાશે

    Shukhabar DeskBy Shukhabar DeskOctober 12, 2023No Comments2 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    પાકિસ્તાનની ટીમ અમદાવાદ આવી ચુકી છે. અમદાવાદના આશ્રમ રોડ પર આવેલી હોટલ હયાત રેજન્સીમાં ટીમ રોકાઈ છે. સૌ પ્રથમ તો આપને જણાવી દઈએ કે, જાે તમે ૧૧ ઓકટોબરથી ૧૫ ઓકટોબર સુધી અમદાવાદના આશ્રમ રોડ વિસ્તારની આ હોટલમાં રોકાવાના હોવ તો તમારે પ્રવેશ લેતી વખતે લાયસન્સ અને આધારકાર્ડ હાથ પર રાખવું પડશે. હોટલ પ્રવેશ પર દરેક વ્યક્તિનું આધાર કાર્ડ અને ડ્રાઇવરનું લાયસન્સ ચેકીંગ આજથી શરુ કરવામાં આવ્યું છે. સિક્યોરીટી એજન્સીની તમામ વ્યવસ્થાની સાથે દરરોજ હોટલનું ફુલ ચેકિંગ થશે.અમદાવાદના હોટલ હયાત રેજન્સીમાં જે ભોજન બને છે તેમાં શાકભાજી અને ફળો સીધા જ ખેતરમાંથી આવે છે. આ સાથે ઓર્ગેનિંક ખેતીથી પકવેલાં શાકભાજીનો ઉપયોગ કરવામાં આવી છે ત્યારે પાકિસ્તાનની ટીમને ગુજરાતી થાળી સાથે ઢોકળા અને પાત્રા પિરસવામાં આવશે.

    આ અંગે હોટલના એક્ઝિક્યુટિવ શેફ સાથે વાત કરતાં તેમણે જણાવ્યું કે, પાક ટીમ માટે ૧૧ થી ૧૫ તારીખ સુધી તેમનાં શરીરને અનુરુપ અને ડાયટીશીયન સાથે વાત થયા બાદ મુજબ ભોજન પિરસાશે. તેમના દ્વારા એવાકાડોની ડિમાન્ડ કરવામાં આવી છે. સાથે પાંદડાવાળા શાકભાજી પહેલી પસંદ હોવાનુ પણ જણાવ્યું છે. બ્રેકફાસ્ટમાં બાફેલો ખોરાક અને ઓરેન્જ જ્યુસ પીરસાશે મોટાભાગે જે પણ પિરસવામાં આવે તે હેલ્ધી અને વેજેટેરિયન ફુડ પીરસાશે. ટીમ માટે ડિનરમાં કબાબ અને બિરયાની પણ તૈયાર કરવામાં આવ્યા છે. આ સિવાય મેચ પુરી થાય બાદ ટીમ હારે કે જીતે તે નક્કી નથી પરંતુ હોટલ દ્રારા કેક બનાવવામાં આવ્યો છે. ટીમ હારે તો પણ ટીમમાં જે ખેલાડીએ સારું પર્ફોમન્સ કર્યુ હશે તે માટે કેક બનાવવામાં આવે અને જાે ટીમ જીતે તો જીત માટે અલગ કેક બનાવવામાં આવશે. ૧૫મી સ્પેશિયલ ગુજરાતી મેનુ તૈયાર કર્યુ હોવાથી સાત્વિક ખાવાનું પિરસાશે એટલે કે પાકિસ્તાનની ટીમને ગુજરાતી થાળીનો સ્વાદ ચાખવા મળશે. હોટલમાં પાકિસ્તાનની ટીમના કેપ્ટન બાબર આઝમે રિવર વ્યુ રૂમની ડિમાન્ડ કરી છે. આ સાથે ટીમનાં ઘણાં ખેલાડીઓને રિવર વ્યુ રૂમ આપવામાં આવ્યો છે.. ટીમ માટે વર્કઆઉટ અને ફિટનેસ માટે જીમ એરિયા તૈયાર કરવામાં આવ્યો છે. જ્યાં પાકિસ્તાનની ટીમ વર્કઆઉટ કરી શકશે.. આ સાથે ટીમ માટે પેસેજ એરિયા બ્રેકફાસ્ટ માટે અલગ વ્યવસ્થા કરવામાં આવી છે.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

    Related Posts

    Ind vs SL Women’s Tri Series Final: પાકિસ્તાન સાથેના તણાવ વચ્ચે ભારત ક્રિકેટના મેદાન પર ચેમ્પિયન બનવા ઉતરશે, ફાઇનલમાં શ્રીલંકા સાથે ટક્કર

    May 10, 2025

    IPL 2025: વૈભવ સૂર્યવંશી પછી ભારતને મળ્યો બીજો 14 વર્ષનો ચમકતો તારો, બેવડી સદી ફટકારી

    May 6, 2025

    IPL 2025: ઇન્ડિયન આઇડલના ગાયકથી IPLના અમ્પાયર સુધી: 17 વર્ષમાં અદભૂત સફર

    May 6, 2025
    Facebook X (Twitter) Instagram Pinterest
    © 2025 ShuKhabar. Designed by : ePaper Solution

    Type above and press Enter to search. Press Esc to cancel.