સોનમ કપૂર ફેશનની બાબતમાં ખૂબ જ સ્ટાઇલિશ છે અને તે દરેક લુકમાં બેજાેડ લાગે છે. ભલે સોનમ ફિલ્મોમાં ભાગ્યે જ જાેવા મળે, પણ તેનો પ્રભાવ સોશિયલ મીડિયા પર ચાલુ રહે છે, તો ચાલો તેના લેટેસ્ટ એથનિક લૂક પર એક નજર કરીએ. આ તાજેતરની તસવીરોમાં સોનમ કપૂર લાઇટ પિંક કલરની ફ્લોરલ પ્રિન્ટેડ સાડીમાં સુંદર લાગી રહી છે. આ ફોટા શેર કરતી વખતે, સોનમ કપૂરે તેમને કૅપ્શન આપ્યું – @zoyajewels દ્વારા હોસ્ટ કરવામાં આવેલી કેટલી સુંદર સાંજ છે. સોનમ કપૂરની આ તસવીરોને તેના લાખો ચાહકો દિલ ખોલીને લાઈક અને કોમેન્ટ કરતા જાેવા મળે છે. સોનમ કપૂરે આ સાડી ગોલ્ડન બ્લાઉઝ સાથે પહેરી હતી. સોનમ કપૂરે ડાયમંડ નેકલેસ, વીંટી, કાનની બુટ્ટીઓ અને ચહેરા પર સુંદર સ્મિત સાથે તેના લુકને કમ્પ્લિટ કર્યો હતો. સોનમ કપૂરની સુંદરતાના લાખો લોકો દિવાના છે. તેની દરેક અદા ફેન્સને પસંદ આવે છે.