Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»Entertainment»૮૦ના દશકના સુપરસ્ટારનો પુત્ર, જેની ડેબ્યૂ મૂવી હતી સુપરહિટ તુષાર કપુર ૨૨ વર્ષ પછી પણ કરી રહ્યો છે સ્ટ્રગલ
    Entertainment

    ૮૦ના દશકના સુપરસ્ટારનો પુત્ર, જેની ડેબ્યૂ મૂવી હતી સુપરહિટ તુષાર કપુર ૨૨ વર્ષ પછી પણ કરી રહ્યો છે સ્ટ્રગલ

    Shukhabar DeskBy Shukhabar DeskSeptember 5, 2023No Comments2 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    જિતેન્દ્રના પુત્ર તુષાર કપૂરે ૨૨ વર્ષ પહેલાં ફિલ્મી દુનિયામાં પગ મૂક્યો હતો. તેની આખી કારકિર્દીમાં તેણે હીરો તરીકે માત્ર બે-ત્રણ હિટ ફિલ્મો આપી છે. બાકીની સફળ ફિલ્મોમાં તે માત્ર સહાયક ભૂમિકામાં જ જાેવા મળ્યો છે. બે દાયકાની કારકિર્દીમાં, તુષાર કપૂરની મોટાભાગની ફિલ્મો બોક્સ ઓફિસ પર ખરાબ રીતે ફ્લોપ રહી છે, જેના કારણે નિર્માતાઓને ભારે નુકસાન થયું છે. આજે અમે તમને જીતેન્દ્રના પુત્ર તુષાર કપૂરની ફિલ્મી સફર વિશે જણાવીશું. તુષાર કપૂરે વર્ષ ૨૦૦૧માં ફિલ્મ ‘મુઝે કુછ કહેના હૈ’થી પોતાના ફિલ્મી કરિયરની શરૂઆત કરી હતી. આમાં તેણે કરીના કપૂર સાથે કામ કર્યું હતું. તુષાર કપૂરની આ ડેબ્યૂ ફિલ્મ બોક્સ ઓફિસ પર સુપરહિટ સાબિત થઈ હતી. સતીશ કૌશિક દ્વારા નિર્દેશિત આ ફિલ્મનું બજેટ માત્ર ૭ કરોડ રૂપિયા હતું અને તેણે ૩૦ કરોડ રૂપિયાની કમાણી કરી હતી. પહેલી ફિલ્મ ‘મુઝે કુછ કહેના હૈ’ પછી તુષાર કપૂરનું કરિયર સંપૂર્ણપણે પાટા પરથી ઉતરી ગયું હતું. તેની ‘ક્યા દિલ ને કહા’, ‘જીના ર્સિફ મેરે લિયે’, ‘કુછ તો હૈ’ ફ્લોપ રહી હતી. તે જ સમયે, ‘યે દિલ’, ‘શર્ટ’ અને ‘ઇન્સાન’ જેવી ફિલ્મો ડિઝાસ્ટર સાબિત થઈ. જાે કે, વર્ષ ૨૦૦૫ અને ૨૦૦૬ તુષાર કપૂર માટે સારા સાબિત થયા.

    ‘ક્યા કૂલ હૈ હમ’ અને ‘ગોલમાલ’ બંને હિટ રહી હતી. વર્ષ ૨૦૦૭ થી ૨૦૦૯ સુધી તુષાર કપૂરની ૧૦ ફિલ્મો રિલીઝ થઈ હતી, જેમાં ‘ગોલમાલ રિટર્ન્સ’ હિટ સાબિત થઈ હતી અને ‘શૂટઆઉટ એટ વડાલા’ સેમી-હિટ સાબિત થઈ હતી. આ ત્રણ વર્ષમાં તુષાર કપૂરની એક-બે ફિલ્મો સરેરાશ રહી, જ્યારે બાકીની બધી બોક્સ ઓફિસ પર ખરાબ રીતે પડી. તુષાર કપૂર છેલ્લે વર્ષ ૨૦૧૭માં ‘ગોલમાલ રિટર્ન્સ’માં જાેવા મળ્યો હતો, જેમાં તેણે અજય દેવગન, તબ્બુ, શ્રેયસ તલપડે અને અરશદ વારસી સાથે કામ કર્યું હતું. રોહિત શેટ્ટી દ્વારા નિર્દેશિત આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સુપરહિટ સાબિત થઈ હતી. આ ફિલ્મે વિશ્વભરમાં ૩૦૦ કરોડથી વધુનું કલેક્શન કર્યું હતું. શરૂઆતમાં તુષાર ઘણી ફિલ્મોમાં હીરોની ભૂમિકામાં જાેવા મળ્યો હતો, પરંતુ ધીમે ધીમે હવે તે સહાયક અભિનેતા બની ગયો છે. બે-ત્રણ ફિલ્મો સિવાય તુષાર કપૂરની એવી ફિલ્મો સફળ રહી છે, જેમાં તે હીરો નહીં પણ કોઈ અન્ય હતો. આ રીતે તુષાર કપૂરનું બોલિવૂડ કરિયર કંઈ ખાસ રહ્યું નથી. પિતા જીતેન્દ્ર તેમના જમાનાના સુપરસ્ટાર હતા અને તુષાર આજે પણ પોતાનું સ્થાન હાંસલ કરવા માટે સંઘર્ષ કરી રહ્યા છે.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

    Related Posts

    Shweta Tiwari : શ્વેતા તિવારીએ પલકને બચાવવા માટે રાજા ચૌધરી સાથે કરી હતી ખાસ ડીલ

    June 30, 2025

    Ram Kapoor વિરુદ્ધ કાર્યવાહી: અપશબ્દ અને યૌન ટિપ્પણીઓનો વિવાદ

    June 24, 2025

    Sohail Khan and Seema Sajdeh Divorce: સોહેલ ખાન અને સીમા સજદેહના છૂટાછેડા કેમ થયા?

    June 24, 2025
    Facebook X (Twitter) Instagram Pinterest
    • Gujarati News
    © 2025 ShuKhabar. Designed by : ePaper Solution

    Type above and press Enter to search. Press Esc to cancel.