ગીર સોમનાથમાં ર્જીંય્એ નકલી ઘીના કાળા કારોબારનો પર્દાફાશ કર્યો છે. પોલીસની ટીમે વેરાવળના વખારિયા બજાર અને ડારી ગામના ઘી બનાવતા કારખાના પર દરોડા પાડ્યા હતા.તહેવારોમાં લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરનારા ભેળસેળિયા તત્વો પર પોલીસે તવાઇ બોલાવી છે. ગીર સોમનાથમાં SOG નકલી ઘીના કાળા કારોબારનો પર્દાફાશ કર્યો છે. પોલીસની ટીમે વેરાવળના વખારિયા બજાર અને ડારી ગામના ઘી બનાવતા કારખાના પર દરોડા પાડ્યા હતા. આ દરમિયાન પોલીસે ૧૦૦થી વધુ શંકાસ્પદ ઘીના ડબ્બા ઝડપી પાડ્યા છે.ડારી ગામે શ્યામ દિવેલ પેઢીમાંથી ૫૨ ડબ્બા અને વેરાવળના વખારિયા બજારમાંથી ૬૯ ડબ્બા શંકાસ્પદ ઘી ઝડપી પાડ્યું છે. બંને સ્થળોએથી પોલીસને મોટાપાયે પામ તેલ, વનસ્પતિ ઘી સહિતની સામગ્રીઓ સાથે કુલ કુલ ૨.૩૪ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસે જાણ કરતા ફૂડ એન્ડ ડ્રગ વિભાગની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી અને ઘીના નમૂનાઓ એકત્ર કર્યા. પોલીસની કડક કાર્યવાહીથી ભેળસેળિયા તત્વોમાં ફફડાટ મચી ગયો છે.
