કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ આજે લોકસભામાં મણિપુર વિવાદને લઈને ભાજપ પર જબરદસ્ત પ્રહારો કર્યા… તો રાહુલને વળતો જવાબ આપવા ભાજપ નેતા અને કેન્દ્રીય મંત્રી સ્મૃતિએ ઈરાની પણ આક્રમક જાેવા મળ્યા… લોકસભામાં રાહુલ ગાંધીનું ભાષણ બાદ સ્મૃતિ ઈરાની ઉભા થયા હતા અને તેમણે રાહુલ ગાંધી પર અભદ્ર ઈશારો કરવાનો આરોપ મુક્યો છે.
તેમણે કહ્યું કે, રાહુલ ગાંધીએ બહાર નીકળતી વખતે અભદ્ર ઈશારો કર્યો… આવું માત્ર એક મહિલા દ્વેષી વ્યક્તિ જ કરી શકે છે, જે સંસદમાં મહિલા સભ્યોની હાજરીમાં ફ્લાઈંગ કિસ આપી શકે છે…. ઈરાનીએ વધુમાં કહ્યું કે, આવું ખરાબ કૃત્ય સંસદમાં ક્યારેય જાેવા મળ્યું નથી… આ તે પરિવારા લક્ષણો છે, જે દેશના લોકોને આજે સંસદથી ખબર પડી છે.
સ્મૃતિ ઈરાનીએ કહ્યું કે, ભારત માતાની હત્યાની વાતો કરનારા ક્યારે પાટલી થપથપાવતા નથી… કોંગ્રેસીઓએ માતાની હત્યા માટે પાટલી થપથપાવી છે. તેમણે કહ્યું કે, મણિપુર આપણા દેશનું અભિન્ન અંગ છે. તેમણે ક્હયું કે, આજે ગૃહમાં કહેવામાં આવ્યું કે, તેમણે યાત્રા કરી અને આશ્વાસન આપ્યું કે, જાે તેમનું ચાલે તો તેઓ કલમ ૩૭૦ ફરી પુનઃ સ્થાપિત કરી દેશે… હું તેમને કહેવા માંગુ છું કે, જેઓ ગૃહમાંથી ભાગી ગયા છે, દેશમાં ન તો કલમ ૩૭૦ પુનઃસ્થાપિત કરાશે અને ન તો કાશ્મીરી પંડિતોને ‘રાલિબ ગાલિબ ચલીબ’ દ્વારા ધમકાવનારઓને બક્ષવામાં આવશે.