Smartphone EOL List: આ યાદીમાં કયા ફોનનો સમાવેશ થાય છે
Smartphone EOL List: જો તમે પણ એન્ડ્રોઇડ યુઝર છો અને Xiaomi, Poco કે Redmi જેવી કોઈપણ કંપનીનો ફોન વાપરો છો, તો આ માહિતી તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. કંપનીએ આ સ્માર્ટફોન મોડેલોને સોફ્ટવેર અપડેટ્સની યાદીમાંથી બાકાત રાખ્યા છે. આ યાદીમાં કયા ફોનનો સમાવેશ થાય છે તે અહીં જાણો.
Xiaomi સમય-સમય પર એક યાદી જાહેર કરે છે જેમાં તેવા ડિવાઇસના નામ હોય છે જેમને કંપની તરફથી હવે કોઈ સોફ્ટવેર સપોર્ટ મળશે નહીં. આ યાદીને EOL એટલે End-of-Life લિસ્ટ કહેવામાં આવે છે. આ વખતે આ યાદીમાં Xiaomi, Redmi અને POCOના ઘણા લોકપ્રિય સ્માર્ટફોન શામેલ થયાં છે.

Gizmochinaની રિપોર્ટ અનુસાર, Xiaomiએ કેટલાક ડિવાઇસને EOL લિસ્ટમાં સામેલ કર્યું છે. આ યાદીમાં Xiaomi બ્રાન્ડના Xiaomi 11T, Xiaomi 11T Pro, Xiaomi 11 Lite LE અને Xiaomi 11 Lite 5G NE શામેલ છે. આ સિવાય Redmiના Redmi 11 Prime 4G, Redmi A1+ અને Redmi A1 પણ છે. POCOના POCO M5 અને POCO C50 પણ હવે EOL લિસ્ટમાં આવ્યા છે.
શું સિક્યુરિટી પેચ મળશે?
કંપની આ ડિવાઇસને સપ્ટેમ્બર 2025 સુધી સિક્યુરિટી પેચ અપડેટ આપે તેવી તૈયારી રાખે છે. પરંતુ આ મોડલ્સ માટે કોઈ નવો MIUI, HyperOS કે Android વર્ઝન અપડેટ આપવામાં નહીં આવે. ઘણા યુઝર્સને HyperOS 2 સુધીનું અપડેટ પણ મળ્યું નથી અને હવે તેઓ સંપૂર્ણપણે સોફ્ટવેર સપોર્ટથી બહાર થઈ ગયા છે.

HyperOS 3 માટે રાહ જોવી પડશે
Xiaomi હાલમાં તેના નવા HyperOS 3 પર કામ કરી રહી છે, જે Android 16 પર આધારિત છે. પરંતુ કંપનીએ હજુ સુધી સ્પષ્ટ કર્યું નથી કે આ અપડેટ કયા સ્માર્ટફોન મોડલમાં મળશે અને ક્યારે રોલઆઉટ થશે.