Skoda Kodiaq એવરેસ્ટના ઉત્તર બેઝ કેમ્પ સુધી પહોંચનારી પ્રથમ ભારતીય પેટ્રોલ SUV બની
Skoda Kodiaq: સ્કોડા કોડિયાકમાં 2.0 લિટર, 4-સિલિન્ડર, ટર્બો-પેટ્રોલ એન્જિન છે, જે 201 bhp પાવર અને 320 Nm ટોર્ક જનરેટ કરે છે. તેમાં 7-સ્પીડ DSG ગિયરબોક્સ અને AWD સિસ્ટમ પણ આપવામાં આવ્યો છે.
Skoda Kodiaq: સ્કોડા કોડિયાકે એક નવો ઇતિહાસ રચ્યો છે. હકીકતમાં, તે માઉન્ટ એવરેસ્ટના ઉત્તર બેઝ કેમ્પ સુધી પહોંચનારી ભારતની પ્રથમ પેટ્રોલ SUV બની ગઈ છે. આ નોંધપાત્ર સિદ્ધિને ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ્સ અને એશિયા બુક ઓફ રેકોર્ડ્સ દ્વારા સત્તાવાર રીતે માન્યતા આપવામાં આવી છે. ચાલો તેના ફીચર્સ અને એન્જિન વિશે વિગતવાર જાણીએ.
સ્કોડા બ્રાંડ ડિરેક્ટરે શું કહ્યું?
સ્કોડા કોડિયાકના આ રેકોર્ડ પર ખુશી વ્યક્ત કરતા સ્કોડા ઓટો ઇન્ડિયાનાં બ્રાંડ ડિરેક્ટર આશિષ ગુપ્તાએ કહ્યું, “અમે માનીએ છીએ કે નવી શોધોથી જ પ્રગતિ થાય છે. આ સિદ્ધિ દર્શાવે છે કે ભારતીય ગ્રાહકો હવે માત્ર ગાડી સુધી સીમિત નથી, પણ તેનાથી વધુની અપેક્ષા રાખે છે. કોડિયાકની આ મુસાફરી અમારી ટેકનિક, ગુણવત્તા અને સલામતી પર વિશ્વાસને વધુ મજબૂત બનાવે છે.”
કોડિયાકની 6,000 કિલોમીટર યાત્રા
સ્કોડા કોડિયાકે ભારત, નેપાળ અને ચીનમાંથી પસાર થઇ લગભગ 6,000 કિલોમીટરના લાંબા અને મુશ્કેલ સફર પૂર્ણ કર્યું છે. આ યાત્રા દરમિયાન તેને બરફવાળા રસ્તાઓ, ઊંચા પહાડો અને શૂન્યથી નીચેના તાપમાનનો સામનો કરવો પડ્યો. તેમ છતાં, આ SUV તિબ્બત વિસ્તારના એવરેસ્ટના નોર્થ બેઝ કેમ્પ સુધી આરામથી પહોંચી ગઈ. આ સફરે કોડિયાકની ટેકનોલોજી, ડિઝાઇન અને પ્રદર્શન વિશ્વ સામે સાબિત કરી.
શક્તિશાળી એન્જિન અને ટેકનોલોજીથી સજ્જ છે કોડિયાક
કોડિયાકમાં 2.0 લિટર, 4-સિલિન્ડર, ટર્બો-પેટ્રોલ એન્જિન છે, જે 201 bhp પાવર અને 320 Nm ટોર્ક જનરેટ કરે છે. તેમાં 7-સ્પીડ DSG ગિયરબોક્સ અને AWD (ઓલ વ્હીલ ડ્રાઇવ) સિસ્ટમ પણ આપવામાં આવી છે, જે આ SUVને કોઈ પણ કઠણ રસ્તા પર સરળતાથી પસાર થવા દે છે.
ભારતીય બજારમાં કોડિયાકના કેટલા વેરિએન્ટ્સ ઉપલબ્ધ છે?
સ્કોડા કોડિયાક ભારતીય બજારમાં બે વેરિઅન્ટમાં ઉપલબ્ધ છે – પહેલું સ્પોર્ટલાઇન છે, જેની કિંમત રૂ. 46.89 લાખ (એક્સ-શોરૂમ) છે અને L&K વેરિઅન્ટ, જેની કિંમત રૂ. 48.69 લાખ છે. બંને વેરિઅન્ટમાં અદભુત યુરોપિયન ડિઝાઇન, અદ્યતન સલામતી સુવિધાઓ અને પ્રીમિયમ લક્ઝરી ઇન્ટિરિયર્સ છે.