Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»Business»Silver Price: કિંમતી ધાતુમાં તેજીનું ઘોડાપૂર, સોનું ફરી 92000ની રેકોર્ડ સપાટીએ, ચાંદીમાં રૂ. 1000નો ઉછાળો
    Business

    Silver Price: કિંમતી ધાતુમાં તેજીનું ઘોડાપૂર, સોનું ફરી 92000ની રેકોર્ડ સપાટીએ, ચાંદીમાં રૂ. 1000નો ઉછાળો

    SatyadayBy SatyadayMarch 28, 2025Updated:March 28, 2025No Comments2 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Gold Price Today
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    Silver Price

    અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ઓટો ટેરિફની જાહેરાત તેમજ આગામી સપ્તાહે લાગુ થનારા રેસિપ્રોકલ ટેરિફ પ્રત્યેની અનિશ્ચિતતાઓ વચ્ચે કિંમતી ધાતુ બજાર તેજીમય બન્યું છે. વૈશ્વિક સ્તરે સોનાએ રેકોર્ડ ટોચ નોંધાવ્યા બાદ આજે સ્થાનિક બજારમાં પણ સોનું ઐતિહાસિક ટોચે પહોંચ્યું છે. Gold Price Today

    અમદાવાદમાં સોનાની કિંમત આજે વધુ રૂ. 500 ઉછળી નવી રૂ. 92000 પ્રતિ 10 ગ્રામની ઓલટાઈમ હાઈ સપાટીએ પહોંચી છે. ચાંદી પણ લાખેણી થયા બાદ આજે વધુ રૂ. 1000 વધી રૂ. 101000 પ્રતિ કિગ્રા પર ક્વોટ થઈ છે.

    વૈશ્વિક સોનું પણ આજે 3086.21 ડોલર પ્રતિ ઔંશની નવી રેકોર્ડ ટોચે પોહંચ્યું હતું. ઓટો પર 25 ટકા ટેરિફની જાહેરાત બાદ વિશ્વભરમાં ટ્રેડવોર શરૂ થવાની ભીતિ વધી છે. જેના લીધે ઈક્વિટી અને ફોરેક્સ માર્કેટમાં અફરાતફરી વચ્ચે ગોલ્ડ ફ્યુચર્સ, સ્પોટ ગોલ્ડમાં ખરીદી વધી છે.

    ચાલુ કેલેન્ડર વર્ષમાં સોના-ચાંદીમાં આકર્ષક તેજી જોવા મળી છે. વૈશ્વિક સ્તરે આર્થિક અનિશ્ચિતતાઓના માહોલમાં સેફહેવન રોકાણ ઉભરી આવે છે. છેલ્લા ત્રણ માસમાં સોનું 16.90 ટકા અને ચાંદી 16.76 ટકા વધી છે. જેની સામે સમાનગાળામાં સેન્સેક્સ 724.08 પોઈન્ટ તૂટ્યો છે.

    કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં રૂ.10284.33 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ સોનું એપ્રિલ વાયદો 10 ગ્રામદીઠ રૂ.88673ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.89060 અને નીચામાં રૂ.88605ના મથાળે અથડાઈ, રૂ.88384ના આગલા બંધ સામે રૂ.358 વધી રૂ.88742ના સ્તરે પહોંચ્યો હતો. ગોલ્ડ-ગિની એપ્રિલ વાયદો 8 ગ્રામદીઠ રૂ.211 વધી રૂ.71915ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. ગોલ્ડ-પેટલ એપ્રિલ વાયદો 1 ગ્રામદીઠ રૂ.32 વધી રૂ.9056 થયો હતો. સોનું-મિની એપ્રિલ વાયદો 10 ગ્રામદીઠ રૂ.423 વધી રૂ.88636 થયો હતો.

    Silver Price:
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Satyaday
    • Website

    Related Posts

    India’s GDP: ભારત બન્યો વિશ્વની ચોથી સૌથી મોટી અર્થતંત્ર, ઇતિહાસ રચ્યો

    May 25, 2025

    Bullet Train પહેલા દેશના આ રાજ્યમાં દોડશે

    May 25, 2025

    OYO હવે માત્ર હોટલ નહીં, ઘરે પણ ભાડે આપશે: જાણો મોટો પ્લાન

    May 25, 2025
    Facebook X (Twitter) Instagram Pinterest
    • Gujarati News
    © 2025 ShuKhabar. Designed by : ePaper Solution

    Type above and press Enter to search. Press Esc to cancel.