નાના પડદાનો લોકપ્રિય શો ‘કસૌટી જિંદગી કી’ અભિનેત્રી શ્વેતા તિવારી અવારનવાર ચર્ચામાં રહે છે. તે પોતાના કામના કારણે ચર્ચામાં રહેતી હોય છે. ૪૨ વર્ષની ઉંમરે શ્વેતાની સુંદરતા ચાહકોને દંગ કરે છે. અભિનેત્રી ઘણીવાર બોલ્ડ અને હોટનેસથી ભરપૂર ફોટોશૂટ કરાવે છે, જેને જાેઈને ફેન્સ ફરી એકવાર તેના વખાણ કરતા રોકી શકતા નથી. અભિનેત્રીએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર ખૂબ જ શાનદાર અંદાજમાં તસવીરો શેર કરી છે. તેમાં એક્ટ્રેસો હોટ અંદાજ જાેવા મળ્યો છે. અભિનેત્રીના ચાહકો તેના આ બોલ્ડ અને હોટ અંદાજને ખૂબ જ લાઈક કરી રહ્યા છે. શ્વાતા તિવારીની આ તસવીરો પર ચાહકોએ કોમેન્ટનો વરસાદ કર્યો છે.
શ્વેતા તિવારીએ ૪૨ વર્ષની ઉંમરે જે રીતે પોતાની જાતને ફિટ રાખી છે તે ખરેખર પ્રશંસનીય છે. તે સોશિયલ મીડિયા પર ખૂબ જ લોકપ્રિય છે. તેના ફોટોશૂટ દરરોજ યુઝર્સના દિલની ધડકન વધારે છે. ઘણા ચાહકો તો એવું પણ માને છે કે શ્વેતા તેની દીકરી પલક તિવારીને ટક્કર આપે છે. પલકની સુંદરતા પણ શ્વેતાની સરખામણીમાં ઓછી છે. શ્વેતાનું લેટેસ્ટ ફોટોશૂટ ફરી એકવાર આ વાતને સાચી સાબિત કરી રહ્યું છે. બોલીવૂડ અભિનેત્રી શ્વેતા તિવારીએ સાડીમાં કરેલું ફોટોશૂટ ચર્ચામાં રહે છે. સામાન્ય અને સાદા લીલા કલરના બ્લાઉઝ અને તેના પર પીળા કલરનો પલ્લુ, અભિનેત્રીની સાદગી અને સુંદર ચહેરામાં સુંદરતા ઉમેરે છે. અભિનેત્રીએ આ લુકને સિલ્વર ઈયરિંગ્સ, એક નાનો બ્લેક ડોટ અને લાઇટ પિંક કલરની લિપસ્ટિક તેમજ ન્યૂડ મેકઅપ સાથે કમ્પ્લીટ કર્યો છે. ઈયરિંગ્સ સિવાય તેણે કોઈપણ પ્રકારની એક્સેસરીઝ કેરી કરી નથી. એક્ટ્રેસ શ્વેતા તિવારની આ સુંદર તસવીરોએ સોશિયલ મીડિયામાં આગ લગાવી છે, શ્વેતા તિવારીની આ તસવીરો ઈન્સ્ટાગ્રામ પર વાયરલ થઈ રહી છે. ચાહકો તેના આ બોલ્ડ અંદાજને ખૂબ જ પસંદ કરી રહ્યા છે.