જૂનાગઢના ઘેડ પંથકમાં મેઘતાંડવ વચ્ચે ચોકાવનારા દ્રશ્યો સામે આવ્યા છે. જળબંબાકારની સ્થિતિમાં લોકોએ બીમાર વૃદ્ધને ખાટલા પર બેસાડી પાણીના ધસમસતા પ્રવાહમાં ઘરે પહોંચાડ્યા છે. ઘોડાદર ગામમાં રહેતા ૭૦ વર્ષીય વૃદ્ધની તબિયત લથડતા તેમને સારવાર માટે જૂનાગઢ લઈ જવાયા હતા, ત્યાર બાદ ભારે વરસાદને કારણે ઘેડ બેટમાં ફેરવાતા વૃદ્ધની સારવાર બાદ તે ઘરે પહોંચી શકયા નહોતા. ત્રણ દિવસ સુધી તેમણે શામરડા ગામે આશરો લીધો અને પાણી ઓસરવાની રાહ જાેઈ હતી.
તેમ છતાં પાણી નહીં ઓસરતા પરિવાર અને ગ્રામજનોએ જહેમત ઉઠાવી વૃદ્ધને ખાટલા પર બેસાડી પાણીના ધસમસતા પ્રવાહમાં ઘરે પહોંચાડ્યા હતા. જેની તસવીરો હાલ સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહી છે. ઘેડ પંથકમાં બીમાર વૃધ્ધ ને ખાટલા પર ઘરે પહોંચાડવામા આવ્યા, સારવાર માટે જૂનાગઢ આવ્યા હતા. બીમાર વૃધ્ધ ઘેડ પંથકના ઘોડાદર ગામના રહેવાસી. ત્રણ દિવસ સુધી ઘેડના શામરડા ગામે આશરો લીધો હતો. બગસરા ઘેડ અને વાડલા વચ્ચે રોડ હજુ પણ પાણીમાં ગરકાવ છે. લીલાભાઈ ડાકી નામના ૭૦ વર્ષીય વૃદ્ધ માટેની જહેમતના વીડિયો અને તસવીરો સામે આવી છે.