Ship Brake System
જહાજોમાં બ્રેક નથી, કારણ કે પાણીમાં ઓછું ઘર્ષણ હોય છે અને જહાજનું વજન ઘણું વધારે હોય છે. જહાજને રોકવા માટે એન્જિન ધીમું કરવું, રિવર્સ થ્રસ્ટ, એન્કર અને ટગબોટ્સ જેવી પદ્ધતિઓ અપનાવવામાં આવે છે. જહાજ તુરંત અટકી શકે નહીં, તે ધીમે ધીમે થોભે છે, અને તે માટે પુરી યોજના અને નિયંત્રણની જરૂર પડે છે.
મોટાં સમુદ્રી જહાજો હજારો ટન વજનના હોય છે. એટલી ભારે વસ્તુને અચાનક રોકવી મુશ્કેલ છે.હવા અને સમુદ્રી તરંગો (waves)ના કારણે પણ જહાજ હંમેશા થોડું આગળ વધતું જ રહે છે.
જહાજોને રોકવા માટે પહેલા એન્જિનની ગતિ ધીમે કરવામાં આવે છે. જહાજનું ગિયર ન્યૂટ્રલ (Neutral) કરવામાં આવે છે, જેથી ધીમે ધીમે તેની ગતિ ઘટી જાય. આ પ્રક્રિયા લાંબી હોય છે, અને જહાજ એકદમ ધીમે ધીમે જ અટકી શકે. જેમ ગાડીને રિવર્સ ગિયર મૂકીને પાછળ દબાવી શકાય, તેમ જહાજમાં પણ એન્જિનને રિવર્સ કરવામાં આવે છે.જ્યારે એન્જિન રિવર્સ માં મૂકવામાં આવે છે, ત્યારે પાણી સામેની દિશામાં ધકેલાય છે, જે જહાજની ગતિ ધીમે ધીમે ઓછી કરે છે.એન્કર એક ભારે લોખંડનો હુક હોય છે, જે જહાજ સમુદ્રમાં રોકવા માટે પાણીમાં નાખવામાં આવે છે. એન્કર સમુદ્રના તળિયા સાથે ચોંટી જાય છે અને ઘર્ષણ પેદા કરે છે, જે વહાણની ગતિ ઘટાડે છે.જોકે, એન્કરનો ઉપયોગ ફક્ત ધીમી ગતિએ ચાલતા અથવા સ્થિર જહાજો માટે જ થાય છે, કારણ કે ઝડપથી ચાલતા જહાજ પર એન્કર મૂકવાથી નુકસાન થઈ શકે છે.
પાણીમાં હવા અને તરંગો (waves)ના કારણે જહાજ ધીમે થવા લાગે છે. પાણીમાં એક હાઇડ્રોડાયનેમિક દબાણ (Hydrodynamic Drag) ઉભું થાય છે, જે તેના ગતિને ધીમું કરવા સહાય કરે છે.