Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»Cricket»વરસાદના વિઘ્ન વચ્ચે ભારતીય ટીમ સેમિફાઈનલમાં શેફાલી વર્મા એશિયન ગેમ્સ મહિલા ક્રિકેટમાં ફીફ્ટી કરનાર પ્રથમ ભારતીય
    Cricket

    વરસાદના વિઘ્ન વચ્ચે ભારતીય ટીમ સેમિફાઈનલમાં શેફાલી વર્મા એશિયન ગેમ્સ મહિલા ક્રિકેટમાં ફીફ્ટી કરનાર પ્રથમ ભારતીય

    Shukhabar DeskBy Shukhabar DeskSeptember 21, 2023No Comments1 Min Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    ભારતીય મહિલા ક્રિકેટ ટીમ એશિયન ગેમ્સ ૨૦૨૩ની સેમિફાઈનલમાં પહોંચી ગઈ છે. ભારત અને મલેશિયા વચ્ચે રમાયેલી મેચ વરસાદના કારણે રદ્દ થઇ હતી. પ્રથમ બેટિંગ કરતા ભારતીય ટીમે ૨ વિકેટના નુકસાને ૧૭૩ રન બનાવ્યા હતા. જેના જવાબમાં મલેશિયાની ટીમ માત્ર ૨ બોલ જ રમી શકી હતી. ભારત તરફથી બેટિંગ કરતા શેફાલી વર્માએ ઈતિહાસ રચ્યો હતો. તે એશિયન ગેમ્સમાં ફિફ્ટી ફટકારનાર પ્રથમ ભારતીય ખેલાડી બની ગઈ છે.

    ભારતીય ઇનિંગની શરૂઆત કરવા સ્મૃતિ મંધાના અને શેફાલી વર્મા મેદાન પર ઉતરી હતી. સ્મૃતિ ૧૬માં ૨૭ રન બનાવી આઉટ થઇ હતી. જયારે શેફાલીએ ૩૯ બોલમાં ૬૭ રન બનાવ્યા હતા. આ દરમિયાન શેફાલીએ ૪ ચોગ્ગા અને ૫ છગ્ગા ફટકાર્યા હતા. શેફાલી ભારત માટે એશિયન ગેમ્સમાં ફિફ્ટી ફટકારનાર પ્રથમ મહિલા ખેલાડી બની ગઈ છે.

    ભારત માટે જેમિમા રોડ્રિગ્સ ૪૭ રન બનાવી અણનમ રહી હતી. તેણે ૨૯ બોલમાં ૬ ચોગ્ગા ફટકાર્યા હતા. જયારે રિચા ઘોષ ૭ બોલમાં ૨૧ રન બનાવી અણનમ રહી હતી. રિચાએ આ દરમિયાન ૩ ચોગ્ગા અને ૧ છગ્ગો પણ ફટકાર્યો હતો. ટાર્ગેટનો પીછો કરતા મલેશિયાની ટીમ માત્ર ૨ બોલ જ રમી શકી હતી. ત્યારબાદ વરસાદના કારણે મેચ રદ્દ કરવામાં આવી હતી. ભારતીય ટીમે સેમિફાઈનલમાં સ્થાન મેળવી લીધું છે. હવે સેમિફાઈનલ ૨૪ સેપ્ટેમ્બરના રોજ રમાશે અને ફાઈનલ ૨૫ સેપ્ટેમ્બરે રમાશે.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

    Related Posts

    T20 World Cup 2026: ટિકિટ કેવી રીતે બુક કરવી અને તેની કિંમત કેટલી છે તે જાણો

    December 12, 2025

    T20I Series 2025: અભિષેક શર્માનો ધમાકો, વર્ષમાં 50 છગ્ગા પૂરા કર્યા

    December 12, 2025

    T20 World Cup 2026: ટિકિટનું વેચાણ શરૂ, પ્રવેશ 100 રૂપિયાથી શરૂ

    December 11, 2025
    Facebook X (Twitter) Instagram Pinterest
    • Gujarati News
    © 2025 ShuKhabar. Designed by : ePaper Solution

    Type above and press Enter to search. Press Esc to cancel.