ઈન્ડિયન નેશનલ ડેવલપમેન્ટ ઈન્ક્લૂઝિવ એલાયન્સ (ઈન્ડિયા)ની કોઓર્ડિનેશન સમિતિની આજથી પહેલી બેઠક યોજાઈ શકે છે. આ બેઠક એનસીપી (એનસીપી) પ્રમુખ શરદ પવારના નિવાસે યોજાશે. આ બેઠકમાં લોકસભા ચૂંટણી ૨૦૨૪ માટે સીટ વહેંચણીની ફોર્મ્યૂલા અને અભિયાન ચલાવવા અંગેની રણનીતિ પર ચર્ચા કરવામાં આવી શકે છે. કોઓર્ડિનેશન કમિટીમાં અલગ અલગ વિપક્ષી દળોના ૧૪ નેતા સામેલ છે. આ સમિતિની બેઠક શરદ પવારના નિવાસે યોજાવાની છે. સૂત્રોએ જણાવ્યું કે અનેક વિપક્ષી દળોના નેતાઓએ સીટ વહેંચણીની ફોર્મ્યૂલા જલદી તૈયાર કરવાની માગ કરી છે જેથી એ સુનિશ્ચિત કરી શકાય કે લોકસભા સીટો પર ભાજપના ઉમેદવારો સામે વિપક્ષ તરફથી એક સંયુક્ત ઉમેદવારને ઉતારવામાં આવી શકે છે.
અનેક નેતાઓનું માનવું છે કે પાર્ટીઓએ આ પ્રકારની ફોર્મ્યૂલાને અમલમાં લાવવા માટે તેમના અભિમાન, સ્વાર્થને છોડવો પડશે. સીટ શેરિંગ માટે માપદંડ શું હશે તેના માટે હાલ કોઈ ર્નિણય લેવાયો નથી. એવું મનાય છે કે તાજેતરની ચૂંટણીના પરિણામોને જાેતાં દરેક પાર્ટીના પ્રદર્શન પર ધ્યાન અપાશે. ઈન્ડિયાગઠબંધનની કોઓર્ડિનેશન કમિટીમાં કોંગ્રેસ નેતા કે.સી.વેણુગોપાલ, ડીએમકે નેતા ટી.આર.બાલુ, ઝામુમો નેતા હેમંત સોરેન, શિવસેના યુબીટી નેતા સંજય રાઉત, રાજદ નેતા તેજસ્વી યાદવ, આપ નેતા રાઘવ ચડ્ઢા, સપા નેતા જાવેદ અલી ખાન, જદયુ નેતા લલન સિંહ, સીપીઆઈ નેતા ડી.રાજા, નેશનલ કોન્ફરન્સના નેતા ઓમર અબ્દુલ્લાહ, પીડીપી નેતા મહેબૂબા મુફ્તી, ટીએમસી નેતા અભિષેક બેનરજી અને સીપીઆઈ એમના એક સભ્ય સામેલ છે.