શાહરૂખ ખાન હાલમાં પોતાની આવનારી ફિલ્મ જવાનને લઈને ચર્ચામાં છે. જવાન ૭ સપ્ટેમ્બરે થિયેટરમાં રિલીઝ થવા જઈ રહી છે. ફિલ્મના રિલીઝ પહેલા બીજુ ટ્રેલર થવા જઈ રહ્યું છે. ‘જવાન’નું બીજુ ટ્રેલર ૩૧ ઓગષ્ટના રોજ રિલીઝ થશે. ટ્રેલરના રિલીઝ પહેલા શાહરૂખ ખાન માતા વૈષ્ણો દેવીના દરબારમાં માથુ ટેકવવા માટે પહોંચ્યો છે. શાહરૂખ ખાનનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં શાહહરૂખ ખાન ટાઈટ સિક્યોરિટી વચ્ચે નજર આવી રહ્યો છે. તેણે પોતાનો ચહેરો કવર કરી રાખ્યો છે જેના કારણે તેના વિશે કોઈને જાણ ન થાય. શાહરૂખ વ્હાઈટ ટી-શર્ટ, બ્લૂ જેકેટ અને ડેનિમમાં નજર આવી રહ્યો છે. શાહરૂખે જેકેટથી માથું ઢાંકી દીધુ છે અને માસ્કથી ચહેરો કવર કરી રાખ્યો છે.શાહરૂખ ખાનના ચાહકો સોશિયલ મીડિયા પર આ વીડિયો વાયરલ કરી રહ્યા છે. શાહરૂખના ફેન પેજ દ્વારા આ વીડિયો શેર કરવામાં આવ્યો છે. એક ચાહકે વીડિયો શેર કરતા લખ્યું કે- જવાનના રિલીઝ પહેલા શાહરૂખ ખાન માતા વૈષ્ણો દેવીના દર્શન કરવા ગયા. એક હી દિલ હૈ ખાન સાહબ કિતની બાર જીતોગે.