શાહરૂખ ખાનનો પુત્ર આર્યન ખાન ફરી એકવાર ચર્ચામાં છે, પરંતુ આ વખતે તેનું ચર્ચામાં આવવાનું કારણ કંઈક અલગ છે. સુપરસ્ટારના પુત્ર આર્યન ખાનનો એક વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે, જે વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં લોકો આર્યન ખાનની દરિયાદિલીના વખાણ કરી રહ્યા છે. થોડા કલાકો પહેલા એક વીડિયો સામે આવ્યો છે, આ વીડિયોમાં આર્યન ખાનની કાર મુંબઈના ટ્રાફિકમાં ફસાયેલી જાેવા મળી હતી. આ સમય દરમિયાન આર્યન ખાને કંઈક એવું કર્યું જેને લોકોનું ધ્યાન ખેંચ્યું. આ વીડિયોમાં જાેવા મળે છે તે મુજબ કેટલીક ગરીબ મહિલાઓ તેની કારની સામે આવી રહી હતી અને તેની પાસે પૈસા માંગી રહી હતી.
આર્યન ખાને તેના ડ્રાઈવરને ઘણા પૈસા આપીને મોકલ્યો અને તેને મહિલાઓમાં વહેંચવા કહ્યું. હાલમાં શાહરૂખ ખાનના પુત્રની દરિયાદિલી જાેઈને દરેક તેના વખાણ કરવા મજબૂર થઈ ગયા છે. આર્યન ખાનના વીડિયો પર ફેન્સ જાેરદાર કોમેન્ટ કરી રહ્યા છે. ઘણા લોકો આર્યનના આ જેસ્ચરના વખાણ કરી રહ્યા છે. એક ફેને કોમેન્ટમાં લખ્યું કે ‘ગરીબોની મદદ કરવી તેમનું ટ્રેડિશન છે. તેની બહેન સુહાના ખાને પણ આવું જ કર્યું હતું. આ સિવાય અન્ય એક યુઝરે લખ્યું છે કે ‘આર્યને સાબિત કરી દીધું છે કે તે શાહરૂખ ખાનનો પુત્ર છે.’ જ્યારે આ સિવાય અન્ય એક યુઝરે લખ્યું છે કે ‘મારી પાસે કોઈ શબ્દો નથી. શાહરૂખ ખાનનો પુત્ર આર્યન ખાન ટૂંક સમયમાં બોલિવુડમાં ડેબ્યૂ કરતો જાેવા મળશે. તેની વેબ સિરીઝ પર કામ ચાલી રહ્યું છે. આર્યન ખાનની સાથે સુહાના ખાન પણ આ વર્ષે બોલિવુડમાં ધૂમ મચાવતી જાેવા મળશે. સુહાના ખાન ધ આર્ચીઝથી બોલિવુડમાં ડેબ્યૂ કરશે.