એસજી હાઇવે પર ઇસ્કોન બ્રિજ પર મધરાતે થયેલા અકસ્માત મામલે જેગુઆર કારચાલક તથ્ય પટેલની ધરપકડ કરી લેવામાં આવી છે. એસજી-૨ પોલીસ સ્ટેશનમાં લાવવામાં આવ્યો છે.
એસજી હાઇવે પર આવેલા ઇસ્કોન બ્રિજ પર મધરાતે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. ત્યારે આ મામલે જેગુઆર કારચાલક તથ્ય પટેલના પિતા પ્રજ્ઞેશ પટેલની ધરપકડ કરવામાં આવી છે.મધરાતે ઇસ્કોન બ્રિજ પર થયેલા અકસ્માતે ચર્ચાનું જાેર પકડ્યું છે. ઘટનાને લઈને અનેક સવાલ ઊભા થયા છે. ત્યારે જેગુઆર કારચાલક સહિત તેના મિત્રોને પૂછપરછ માટે બોલાવ્યા છે. હાલ આ તમામનો મેડિકલ ટેસ્ટ કરવામાં આવશે.તમામ યુવક-યુવતીઓએ નશો કર્યો હતો કે નહીં તે મામલે પણ તપાસ કરવમાં આવશે અને ત્યારબાદ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, કારચાલક તથ્ય પટેલ હાલ સિમ્સ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.મધરાતે સર્જાયેલા નાના અકસ્માત મામલે ઇસ્કોન બ્રિજ પર ટોળું ભેગું થયું હતું. ત્યારે પાછળથી પૂરપાટ ઝડપે આવતી જેગુઆર કારે ટોળાને કચડી માર્યા હતા. જેમાં ૯ લોકોના મોત નીપજ્યા છે. જ્યારે અન્ય કેટલાક લોકો ઘાયલ થયા છે. ઉલ્લેખનીય છે કે, આ દુર્ઘટનામાં એક પોલીસ કોન્સ્ટેબલ અને હોમગાર્ડ જવાનનું પણ મોત નીપજ્યું છે.