SEBI
સેબીના નવા ચેરમેન તુહિન કાંત પાંડે હશે. તુહિન કાંત 1987 બેચના IAS અધિકારી છે. શેરબજારમાં ભારે ઘટાડા વચ્ચે, બધાની નજર નવા સેબી ચીફના નિર્ણય પર રહેશે. લાંબા સમયથી નાણા વિભાગ સાથે સંકળાયેલા તુહિન કાંત કોણ છે? ચાલો તેમના પરિવાર વિશે જાણીએ.
તુહિન કાંત પાંડે વર્તમાન સેબી ચીફ માધબી પુરી બુચનું સ્થાન લેશે. તમને જણાવી દઈએ કે માધબીનો કાર્યકાળ વિવાદાસ્પદ રહ્યો છે. તાજેતરમાં હિન્ડનબર્ગ રિપોર્ટ બહાર આવ્યા પછી, વિરોધ પક્ષો દ્વારા માધબીનો વિરોધ પણ થયો હતો. સૌથી નાની ઉંમરના અને પ્રથમ મહિલા અધ્યક્ષ બનવાનું ગૌરવ ધરાવતા માધબીનો જન્મ 1966માં મુંબઈમાં થયો હતો.
સેબીના નવા ચેરમેન તુહિન કાંત પાંડેના પરિવાર વિશે જાણો
માધબીના પિતા એક સફળ કોર્પોરેટ પ્રોફેશનલ હતા. IIM અમદાવાદમાંથી અભ્યાસ કર્યા પછી, માધબી સેબીનો હવાલો સંભાળનાર બીજા બિન-IAS સેબી વડા પણ હતા. યુએસ શોર્ટસેલર હિન્ડેનબર્ગના આરોપો બાદ વિવાદમાં ફસાયેલી માધબી ત્રણ દાયકાથી વધુ સમયથી સક્રિય છે. તેમણે 1989માં ICICI બેંકથી પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી.
સરકારે સેબીના નવા ચીફના નામની જાહેરાત કરી છે. વર્તમાન નાણા સચિવ તુહિન કાંત પાંડેને સેબીના નવા વડા બનાવવામાં આવ્યા છે. તેઓ માધબી બુચના સ્થાને બોર્ડની જવાબદારી સંભાળશે. ચાલો જાણીએ કે તેમની પાસે કેટલી સંપત્તિ છે અને તેમને કેટલો પગાર મળશે?
તુહિન પાંડેની ભૂમિકા ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ નોકરી માટે તેમના પગાર વિશે વાત કરીએ તો, તુહિન પાંડેને સેબી ચીફના પદ માટે ભારત સરકારના સચિવ જેટલો પગાર મળશે. ઘર અને કાર સિવાય આ પગાર મહિને રૂ. 5,62,500 છે.
તુહિન કાંત પાંડે મોદી સરકારમાં અનેક પદો પર રહી ચૂક્યા છે. તુહિન પાંડે પહેલા DIPAMના સચિવ હતા પરંતુ અલી રજા રિઝવીના રિટાયરમેન્ટ બાદ તેને DPEનું કામ સોંપવામાં આવ્યું હતુ. ત્યારબાદ તેને ફાઈનેન્સ મિનિસ્ટ્રીમાં ફાઈનેસ સેક્રેટરી તરીકે નિયુકત કરવામાં આવ્યા છે.