મહારાષ્ટ્રનાં બિલ્ડરે ૧૦૦ કરોડની લોન લેવામાં ૬૫ લાખ રૂપિયા ગુમાવ્યાની ઘટના સામે આવી છે. વાત જાણે એમ છે કે, મહારાષ્ટ્રનાં બિલ્ડરે ૧૦૦ કરોડની લોન લેવાની લાલચ ૬૫ લાખમાં પડી છે. બિલ્ડરને વિશ્વાસમાં લઈ તેણે ડીલ માટે ગોવા બોલાવ્યો હતો. જાેકે ગોવા એગ્રીમેન્ટ માટે બોલાવી હોટેલમાં આરોપી જે બેગ લઈ આવ્યો હતો તે બેગ ચેક કરતા રૂપિયાના બદલે લેડીઝ અન્ડર ગારમેન્ટ નીકળ્યા હતા. આ તરફ બિલ્ડરને છેતરપિંડીનું ભાન થતાં હવે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
સુરતના મહિધરપુરા પોલીસ મથકમાં મહારાષ્ટ્રનાં બિલ્ડરે ૩ વ્યક્તિ સામે ૬૫ લાખની છેતરપીંડીની ફરિયાદ નોંધાવી છે. વાત જાણે એમ છે કે, મહારાષ્ટ્રનાં બિલ્ડર બિલ્ડર જગદીશ મોહનલાલ ૧૦૦ કરોડનું ફાયનાન્સ લેવા સુરતનાં દિલ્હીગેટની હોટેલમાં રોકાયા હતા. અહીં તેમની મુલાકાત હોટેલમાં મીનાબેન ગાડેકર સાથે થઈ હતી. જ્યાં મહિલાએ ડોક્યુમેન્ટ ચેક કરી ૫૦ કરોડની લોન આપવાનું કહ્યું હતું. જાેકે ૨ ટકા કમિશનનું જણાવી એડવાન્સમાં ૫૦ લાખ માંગ્યા હતા.
આ તરફ મહિલાએ એડવાન્સમાં ૫૦ લાખ માંગ્યા બાદ કંપનીના શેઠ મોહનીશભાઈ ઉર્ફે મનીષ સાથે મુલાકાતનુ કહ્યું હતું. જે બાદમાં લલિત રડકે જાેડે મહિલાએ બિલ્ડરની મુલાકાત કરાવી હતી. આ સાથે લોન માટે અમરોલી રહેતા મોહનીશ જાેડે બિલ્ડરે મુલાકાત કરી હતી. આ દરમિયાન એગ્રીમેન્ટ માટે ગોવા બોલાવી હોટેલમાં એમ.ડી.દૂધે બેગ લઈ આવ્યો હતો. જાેકે બેગ ચેક કરતા રૂપિયાના બદલે લેડીઝ અન્ડર ગારમેન્ટ નીકળ્યા હતા. આ તરફ દૂધે સુહાસ અને મીનાએ જગદીશભાઈને ધમકાવી ઈડ્ઢમાં કેસ કરવાની ધમકી આપી હતી.
આ દરમિયાન ઇસમોએ ઈડ્ઢમાં કેસ કરવાની ધમકી આપી બિલ્ડર જગદીશભાઈ પાસ ઇ્ય્જી દ્વારા રૂપિયા પણ ટ્રાન્સફર કરાવ્યા હતાં. સમગ્ર મામલે હવે મહારાષ્ટ્રના બિલ્ડરે મહિધરપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં પોલીસે મીના ગાડેકર, દૂધે સુહાસ, અમર પાટીલ સામે ૧.૧૫ કરોડની છેતરપિંડીનો ગુનો દાખલ કર્યો છે. આ સાથે મહિધરપુરા પોલીસે આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.