Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»Business»SBI UPI: 22 જુલાઈએ SBI ની UPI સેવા બંધ રહેશે!
    Business

    SBI UPI: 22 જુલાઈએ SBI ની UPI સેવા બંધ રહેશે!

    Rohi Patel ShukhabarBy Rohi Patel ShukhabarJuly 21, 2025No Comments3 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    SBI UPI
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    SBI UPI સર્વિસ કેટલા કલાક માટે બંધ રહેશે?

    SBI UPI: 22 જુલાઈ 2025ના રાત્રે 12:15 થી 1:00 વાગ્યા સુધી SBIની UPI સેવા પ્લાન્ડ મેન્ટેનન્સ માટે બંધ રહેશે. આ દરમિયાન ગ્રાહકો પૈસા મોકલી અને પ્રાપ્ત કરી શકશે નહીં. જોકે, UPI લાઇટ સેવા ચાલુ રહેશે. ગ્રાહકો BHIM SBI Pay એપથી UPI લાઇટ સક્રિય કરીને નાની ટ્રાન્ઝેક્શન્સ કરી શકે છે.

    SBI UPI: જો તમે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) ના ગ્રાહક છો અને રોજ UPI દ્વારા પેમેન્ટ કરો છો, તો આ ખબર તમારા માટે ખૂબ જ જરૂરી છે. ખરેખર, 22 જુલાઈ 2025ની મધરાતે SBIની UPI સેવા થોડા સમય માટે બંધ રહેશે. બેંકે આ માહિતી પોતાના સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા આપી છે. SBIએ જણાવ્યું છે કે 22 જુલાઈની રાત્રી UPI સેવાઓ મેન્ટેનન્સ માટે બંધ રહેશે. આ સમય દરમિયાન ગ્રાહકો UPIથી ન પૈસા મોકલી શકશે અને ન રસીદ મેળવી શકશે.

    સેવા કેટલા સમય માટે બંધ રહેશે?

    SBIએ પોતાના સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા જણાવ્યું છે કે 22 જુલાઈ 2025ના રોજ તેમની UPI સેવામાં થોડા સમય માટે વિક્ષેપ આવશે. આ વિક્ષેપ પ્લાન્ડ મેન્ટેનન્સને કારણે હશે. આ દરમિયાન UPI સેવા રાત્રે 12:15 વાગ્યાથી 1:00 વાગ્યા સુધી (IST) સંપૂર્ણ બંધ રહેશે. એટલે કે આ 45 મિનિટની સમયાવધિ દરમિયાન તમે SBIની UPI સેવાનું ઉપયોગ કરી શકશો નહીં.

    SBI UPI

    જો કે, આ દરમ્યાન તમે UPI Lite સેવા નો ઉપયોગ કરી શકો છો. SBIએ પોતાના ગ્રાહકોને સલાહ આપી છે કે મેન્ટેનન્સના સમય દરમિયાન કોઈ તકલીફ વિના ડિજિટલ પેમેન્ટ કરવા માટે UPI Lite નો ઉપયોગ કરી શકાય છે. બેંકે આ અસુવિધા માટે માફી માંગતા જણાવ્યું છે કે તેઓ શક્ય તેટલી વહેલી તકે સેવા પુનઃસાધારણ કરવાનો પ્રયાસ કરશે.

    UPI Lite કેવી રીતે સક્રિય કરશો?

    જો તમે UPI Lite નો ઉપયોગ કેવી રીતે કરવો તે જાણવા માંગો છો, તો તે બહુ સરળ છે. સૌથી પહેલા તમારે SBI નો BHIM SBI Pay એપ ડાઉનલોડ કરવો પડશે. એપ ખોલ્યા પછી UPI Lite વિભાગમાં જાઓ. ત્યાં તમે તમારા UPI Lite એકાઉન્ટમાં પેસા લોડ કરવાની સગવડ મળશે. એકવાર ફંડ લોડ થાય એટલે તમારું UPI Lite સક્રિય થઇ જશે અને તમે તેને નાની-નાની ટ્રાન્ઝેક્શન્સ માટે ઉપયોગ કરી શકો છો.

    UPI Liteની વિશેષતા એ છે કે તે મેન્ટેનન્સ જેવા પરિસ્થિતિઓમાં પણ પેમેન્ટ કરવાની સુવિધા આપે છે. આ નાની ટ્રાન્ઝેક્શન્સ માટે ખૂબ અનુકૂળ છે અને SBIએ આ સેવા પોતાના ગ્રાહકો માટે એક બેકઅપ વિકલ્પ તરીકે રજૂ કરી છે.

    Due to scheduled maintenance activity, SBI UPI services will be temporarily unavailable from 00:15 hrs to 01:00 hrs on 22.07.2025 (IST).

    Customers may continue to use UPI Lite Services for uninterrupted service.

    We regret the inconvenience caused to our customers.

    — State Bank of India (@TheOfficialSBI) July 20, 2025

    UPI Lite ની લિમિટ શું છે?

    SBI ની વેબસાઇટ મુજબ, તમે તમારા UPI Lite એકાઉન્ટમાં એકવારમાં મહત્તમ ૨૦૦૦ રૂપિયા લોડ કરી શકો છો. દરેક ટ્રાન્ઝેક્શન માટે મહત્તમ પેમેન્ટ રકમ ૫૦૦ રૂપિયા છે. એક દિવસમાં UPI Lite મારફતે કુલ ૪૦૦૦ રૂપિયા સુધીના ટ્રાન્ઝેક્શન્સ કરી શકાય છે. સાથે જ, તમારા UPI Lite એકાઉન્ટમાં કોઈ પણ સમયે મહત્તમ બેલેન્સ ૨૦૦૦ રૂપિયા જ હોઈ શકે છે. આ લિમિટ્સ નાના-મોટા પેમેન્ટ્સ માટે પૂરતી છે, ખાસ કરીને જ્યારે મુખ્ય UPI સેવા બંધ હોય.

    SBI UPI
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Rohi Patel Shukhabar

    Related Posts

    Dollar vs Rupee : ડોલરની વધતી ડિમાન્ડથી રૂપિયાની હાલત કથળી

    July 21, 2025

    Mutual Funds: ટોચના પરફોર્મર મ્યુચ્યુઅલ ફંડ્સની યાદી

    July 21, 2025

    Priya Nair HUL CEO: પ્રિયા નાયરની CEO તરીકે નિમણૂકથી HULના શેરોએ રફ્તાર પકડી

    July 11, 2025
    Facebook X (Twitter) Instagram Pinterest
    • Gujarati News
    © 2025 ShuKhabar. Designed by : ePaper Solution

    Type above and press Enter to search. Press Esc to cancel.