ED ચીફ સંજય કુમાર મિશ્રાનો કાર્યકાળ આજે એટલે કે ૧૫ સપ્ટેમ્બરે પૂરો થયો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર હવે EDના સ્પેશિયલ ડાયરેક્ટર રાહુલ નવીનને ઈડ્ઢના કાર્યવાહક ડિરેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવશે. કાર્યવાહક ડિરેક્ટરનો આદેશ ઔપચારિક રીતે શુક્રવારે મોડી રાત્રે અથવા આવતીકાલે શનિવારે સવારે આવે તેવી શક્યતા છે. સંજય કુમાર મિશ્રાએ લગભગ ૪ વર્ષ અને ૧૦ મહિના સુધી ED ડિરેક્ટર તરીકે સેવા આપી હતી. તમને જણાવી દઈએ કે, સંજય કુમાર મિશ્રાના કાર્યકાળમાં ઘણા વિવાદો પણ સામે આવ્યા હતા. વિપક્ષે ઘણા પ્રહારો કર્યા હતા. રાહુલ નવીન ૧૯૯૩ બેચના IRS ઓફિસર છે. સ્પેશિયલ ડાયરેક્ટર હોવા ઉપરાંત, બિહારના રહેવાસી રાહુલ નવીન ED હેડક્વાર્ટરના ચીફ વિજિલન્સ ઓફિસર તરીકે પણ કામ કરી રહ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર તેઓ નવા ડિરેક્ટરની ઔપચારિક નિમણૂક સુધી કાર્યકારી નિર્દેશકની જવાબદારી નિભાવશે.
સંજય કુમાર મિશ્રાને ૨૦૧૮માં ED ડિરેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. તેમનો કાર્યકાળ નવેમ્બર ૨૦૨૦માં પૂરો થવાનો હતો. કેન્દ્ર દ્વારા તેમને ત્રણ વખત સેવાનું વિસ્તરણ આપવામાં આવ્યું હતું. આ પગલાની વિપક્ષ દ્વારા ટીકા કરવામાં આવી હતી અને આ ર્નિણયને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો હતો. સંજય કુમાર મિશ્રાના કાર્યકાળને વધારવા માટે CVC એક્ટમાં પણ સુધારો કરવામાં આવ્યો હતો. ગયા જુલાઈ મહિનામાં સુપ્રીમ કોર્ટે સંજય કુમાર મિશ્રાના ત્રીજા એક્સટેન્શનને ગેરકાયદેસર જાહેર કર્યું હતું. જે ૧૮ નવેમ્બર ૨૦૨૩ સુધી નક્કી કરવામાં આવ્યું હતું. કોર્ટે એમ પણ કહ્યું હતું કે તેમણે ૩૧ જુલાઈ સુધીમાં પદ છોડવું પડશે. જાે કે, કેન્દ્ર સરકારે ત્યારબાદ સુપ્રીમ કોર્ટને વિનંતી કરી હતી કે તેમને ૧૫ ઓક્ટોબર સુધી પદ પર રહેવાની મંજૂરી આપવામાં આવે. જેના પર કોર્ટે તેમને ૧૫ સપ્ટેમ્બર સુધી પદ પર રહેવાની મંજૂરી આપી હતી.