Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»Gujarat»તેના પર રેપ કરનારની ધરપકડ બાપુનગરની હોસ્પિ.માંથી નવજાતને ફેંકી દેનારી સગીરા પકડાઈ
    Gujarat

    તેના પર રેપ કરનારની ધરપકડ બાપુનગરની હોસ્પિ.માંથી નવજાતને ફેંકી દેનારી સગીરા પકડાઈ

    Shukhabar DeskBy Shukhabar DeskAugust 11, 2023No Comments3 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    શહેરના બાપુનગર વિસ્તાર સ્થિત કાકડિયા હોસ્પિટલમાં છ ઓગસ્ટના રોજ એસીના કોમ્પ્રેસર પરથી ત્યજી દેવામાં આવેલા નવજાત બાળક અંગે મોટો ખુલાસો થયો છે. આ બાળકને તેની સગીર વયની માતાએ જ ફેંકી દીધું હતું, જે દુષ્કર્મનું પરિણામ હતું. રવિવારના રોજ બાળક મળી આવતાં સૌથી પહેલા તો તેને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું હતું, જ્યાં તેનું મોત થયું હતું. શહેરકોટડા પોલીસે આ અંગે ફરિયાદ કરી હતી અને આગળની તપાસ હાથ ધરી હતી. આ દરમિયાન સ્થાનિક વિસ્તારની સગીરાએ જ હોસ્પિટલના વોશરૂમમાં બાળકને જન્મ આપી ત્યજી દીધું હોવાનું ખુલ્યું હતું. પોલીસે તરત જ સગીરાને શોધી કાઢી હતી. પૂછપરછ દરમિયાન તેણે જણાવ્યું હતું કે, થોડા મહિના પહેલા સોલા સિવિલ હોસ્પિટલમાં તેના દાદીનું આંખનું ઓપરેશન કરવામાં આવ્યું હતું.

    આ સમયે તે તેમની સાથે રહી હતી અને ત્યાં હાઉસ કિપિંગનું કામ કરતાં શખ્સ સાથે તેની મિત્રતા થઈ હતી. બંને પ્રેમમાં તમામ હદ વટાવી ગયા હતા અને શારીરિક સંબંધના કારણે તેને ગર્ભ રહી ગયો હતો. સગીરાએ ગર્ભાવસ્થાની વાત પરિવારથી છુપાવી હતી અને જ્યારે પણ કોઈ તેને ફુલેલા પેટ વિશે પૂછતું તો તે ગેસ થયો હોવાનું કહી વાત ઉડાવી દેતી હતી. પરંતુ નવ મહિના પૂરા થતાં તેને પ્રસવ પીડા ઉપડી હતી, જેના લીધે તેને હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. ત્યાં પણ ડોક્ટરને તેણે ગેસ થયો હોવાનું કહ્યું હતું. ડોક્ટરે તેને ઈન્જેક્શન આપ્યું હતું અને તે વોશરૂમમાં ગઈ હતી જ્યાં બાળક જન્મ્યું હતું. પરિવાર અને સમાજ નહીં સ્વીકારે તેવા ભયથી તેણે બાળકને બારીની બહાર ફેંકી દીધું હતું અને ઘરે જતી રહી હતી. સગીરાને જે શખ્સ સાથે પ્રેમ થયો હતો તેનું નામ મહેશ ઠાકોર હોવાનું સામે આવ્યા બાદ પોલીસે તેની સામે દુષ્કર્મની ફરિયાદ નોંધી હતી. જે બાદ તેની ધરપકડ માટે ચક્રો ગતિમાન કર્યા હતા અને તરત જ તેને પકડી પાડ્યો હતો. સગીરા નરોડામાં માતા-પિતા અને ભાઈ સાથે રહે છે. નવેમ્બર ૨૦૨૨માં સોલા સિવિલ હોસ્પિટલમાં તેના દાદીનું આંખનું ઓપરેશન થયું હતું.

    આ માટે ત્રણ દિવસ બંને હોસ્પિટલમાં રોકાયા હતા. આ દરમિયાન તે મહેશ ઠાકોરના સંપર્કમાં આવી હતી. સગીરા અને મહેશ ઠાકોર વચ્ચે મિત્રતા થતાં વાર લાગી નહોતી. બંને પ્રેમમાં પણ પડ્યા હતા. એક દિવસ રાતે જ્યારે સગીરા જનરલ વોર્ડમાં સૂતી હતી ત્યારે મહેશ તેની પાસે આવ્યો હતો અને કંઈક કામ હોવાનું કહી બહાર લઈ ગયો હતો. બંને એક ખાલી રૂમમાં ગયા હતા અને મહેશે સગીરાની સામે લગ્ન કરવાની વાત કાઢી હતી. આ પહેલા શારીરિક સંબંધ બાંધવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. સગીરાએ આનાકાની કરી છતાં તે માન્યો હતો. બાદમાં મહેશ ઘણીવાર સગીરાને મળવા માટે જતો હતો. સગીરાને ગર્ભ રહી ગયો હોવાની જાણ થતાં તેણે આ વિશે મહેશને કહ્યું હતું. જે બાદ તેણે વાત કરવાનું બંધ કરી દીધું હતું. સગીરાને આઠમો મહિનો હોવા છતાં પરિવારને જાણ નહોતી કરી. જ્યારે કોઈ પૂછતું તો ગેસ હોવાનું કહેતી હતી. પીડા થતાં હોસ્પિટલ લઈ જવાઈ હતી અને ત્યાં વોશરૂમ બાળકને જન્મ આપી ફેંકી દીધું હતું. સગીરા સાથે દુષ્કર્મ આચરનારા સામે તેની માતાએ સોલા હાઈકોર્ટ પોલીસ સ્ટેશનમાં પોક્સો એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવી હતી.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

    Related Posts

    Indian cricketer રવિન્દ્ર જાડેજા BJP માં જોડાયા.

    September 5, 2024

    TRAI: ટેલીમાર્કેટિંગ કંપનીઓ સામે મોટી કાર્યવાહી, 50 બ્લેકલિસ્ટ, 8 લાખ ફરિયાદો મળી

    September 3, 2024

    Gujarat: મોરબીમાં NH 27 વાહનવ્યવહાર માટે ફરીથી ખોલવામાં આવ્યો.

    August 30, 2024
    Facebook X (Twitter) Instagram Pinterest
    © 2025 ShuKhabar. Designed by : ePaper Solution

    Type above and press Enter to search. Press Esc to cancel.